ઉમરગામ ગંગાદેવી મંદિરના પટાંગણમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
- byDamanganga Times
- 28 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૭ ઃ ઉમરગામ તાલુકાના સોળસુબા ગંગાદેવી મંદિરના પટાંગણમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ન આયોજન કામલી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર ગુજરાત અને દમણ વિસ્તારમાં રહેતા કામલી સમાજના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા સોળસુબા કામલી સમાજ દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં ૩૬ જેટલી ટીમોઍ ભાગ લીધો હતો. ૨૬ ફેબ્રુઆરીના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ માં રસાકસી ભર્યો જંગ જામ્યો હતો? આયોજકો દ્વારા વિજેતા ટીમ ઉપવિજેતા ટીમ ને ટ્રોફી અને રોકડ રકમ આપી પુરસ્કૃત કરાયા હતા. પાંચ દિવસ સુધી સોળસુબા ગંગાદેવી મંદિરના પટાંગણમાં ક્રિકેટ રશિયાઓઍ ભરપૂર મનોરંજન માણ્યું હતું. આયોજકો દ્વારા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો સાથે જ સહયોગ આપનાર તમામ સહયોગી મિત્રોનો ઋણ સ્વીકાર કરી વિજેતા ટીમને શુભકામના પાઠવી હતી.