Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

નારગોલ નવા તળાવ ખાતે શિવરાત્રિઍ પાઠોત્સવ યોજાયો

નારગોલ નવા તળાવ ખાતે શિવરાત્રિઍ પાઠોત્સવ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૭ ઃ ઉમરગામ તાલુકાના દરિયા કાંઠે વસેલું અતિરમણીય ગામ નારગોલ નવા તળાવ ખાતે શિવ રાત્રી દિને શ્રી વિશ્વનાથ મંદિર ના પટાંગણમાં ભંડારી સમાજના અધ્યક્ષતા હેઠળ ૧૬ મો પાઠોત્સવ ધામ ધૂમથી મનાવવામાં આવ્યો હતો.સવારે પહેલા મહા અને સમૂહ આરતી કરવામાં આવી, ત્યાર બાદ કળશ યાત્રા યોજવામાં આવી,પછી વિદ્વાન પુરોહિત થકી વિધિવત પૂજા અર્ચના હોમ યજ્ઞ કરવામાં આવી, અંતે મંદિર ઉપર ધ્વજા આરોહણ વિધિ કર્યા બાદ મહા પ્રસાદ ભક્તજનો માટે શરૂ કરી શિવ રાત્રી સહિત મંદિરનો પાઠોત્સવ મનાવવામાં આવ્યો હતો. જોકે આ શિવ મંદિર ઉપર ગામ જનો સહિત આજુબાજુના ગામ લોકોનો અતૂટ વિશ્વાસ રહ્ના છે. લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાને લઈ આખુ વર્ષ વિશ્વ નાથ મંદિર ઉપર ભક્તોની ભીડ જામતી નઝરે પડે છે.