Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ઉમરગામ પાલિકા વિસ્તારની મરાઠી મિશ્ર શાળાનું અસ્તિત્વ જોખમમાં !

ઉમરગામ પાલિકા વિસ્તારની મરાઠી મિશ્ર શાળાનું અસ્તિત્વ જોખમમાં !

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૭ ઃ આજે મરાઠી ભાષા ગૌરવ દિવસ ઍટલે દક્ષિણ ગુજરાતનેં અડીને આવેલા મહારાષ્ટ્રનું ગૌરવ કહી શકાય. ઉમરગામ તાલુકો વર્ષો પહેલા મહારાષ્ટ્ર નાં થાણા જિલ્લામાં હતો. ૧૯૬૦ મા ચાલેલી ચળવળ બાદ ઉમરગામ તાલુકો ગુજરાતમાં સમાવેશ કરાયો હતો.

સો વર્ષ પહેલાંની ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલી મરાઠી શાળાનાં ધબકારા હવે ધીમે ધીમે ઘટી રહ્ના છે. મરાઠી શાળામાં વિધાર્થીઓ ઘટી ચૂક્યા છે પરંતુ અંહી ઍક ખાસ બાબત ઍ છે કે, મરાઠી શાળામા નેપાળી બાળકોની સંખ્યા વધુ છે. કારણ મરાઠી ભાષાનેં મળતી આવતી નેપાળી ભાષા નેપાળમાં ગયા બાદ શિક્ષણમાં કામ લાગે છે. તેમ શાળાના આચાર્ય જયરામભાઈ જણાવ્યું હતું. ઉમરગામની મરાઠી શાળામા કુલ પંચાવન બાળકો છે. ઍમાથી પંદર નેપાળી બાળકો છે. ઍક થી આંઠ ધોરણ માટે માત્ર ઍકજ શિક્ષક છે કારણ ગુજરાતમાં મરાઠી ભણવા કરતા મોટા ઘરના બાળકોને બોર્ડર સાથે જોડાયેલા મહારાષ્ટ્રમાં મોકલવાની હોડ લાગી છે. મરાઠી મિશ્ર શાળામાં વર્ષો પહેલા મરાઠી ભાષા નો કલબલાટ હતો પરંતુ હવે આ કલબલાટનો શોર ઘટી રહ્ના છે. જો આવુજ ચાલશે તો મરાઠી ભાષાના અભ્યાસ પર આ શાળામા પૂર્ણ વિરામ મુકાઈ જશે આજે મરાઠી ભાષા દીવસ છે ત્યારે વર્ષો પહેલા અંહી થી ભણીને આગળ ગયેલા કેટલાયે લોકોઍ મોટા હોદ્દા પર રહી ચૂક્યા છે ત્યારે મહારાષ્ટ્ર માંથી છૂટા પડેલા ઉમરગામ તાલુકાની વર્ષો જૂની મરાઠી શાળામા મરાઠી બોલી શાંત થવાના આરે છે.