Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ઉમરગામ પંથકમાં શિવરાત્રિની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરાઈ

ઉમરગામ પંથકમાં શિવરાત્રિની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૭ ઃ ઉમરગામ તાલુકા પથકમાં શિવરાત્રી મહાપર્વની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થતી જોવા મળી હતી. સોળસુંબા પ્લાટ ફડ્યા અંબાજી મંદિર ખાતે મુક્તેશ્વર મહાદેવના દર્શનાર્થે ભક્તો સહ પરિવાર આવી પહોંચ્યા હતા. ઉમરગામ ડોસલા મહાદેવ મંદિરે ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત ભાજપ અગ્રણીઓ દેવાધિદેવ મહાદેવને જળ અને દૂધનો અભિષેક કરી શિવરાત્રી પર્વ નિમિત્તે સૌ ભક્તોને શુભકામના પાઠવી હતી. ઉમરગામને અડીને આવેલ ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના પાવન પર પૂજા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રી મહાપર્વના મહત્વ વિશે કથાકાર પ. પૂ. હાર્દિક શુક્લ દ્વારા રસપ્રદ જાણકારી પૂરી પાડવામાં આવી હતી અને સૌ ભક્તોને તેઓઍ શિવરાત્રી મહાપર્વની શુભકામના આપી હતી. પ્રશાંતભાઈ કારૂળકર, શીતલબેન પ્રશાંતભાઈ કારૂળકર અને તેમના પુત્ર વિવાન કારૂળકર ઍ શિવરાત્રીના પાવન પર્વે  કાશી વિશ્વનાથ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દર્શન બાદ મા ગંગાની પૂજા અર્ચના કરી હતી. પ્રશાંતભાઈ કારૂળકરઍ સૌ મિત્રો અને સ્નેહીજનોને શિવરાત્રી પર્વની શુભકામના પાઠવી હતી.