૧૩ વર્ષથી દમણનાં દરિયા કિનારે મહાશિવરાત્રિઍ શિવસિંધુ મહોત્સવ
- byDamanganga Times
- 27 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૨૬ ઃ શિવરાત્રીના મહાન પર્વ પર દરિયા કિનારે શ્રી શિવ સિંધુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી ૧૫૧ યુગલોઍ ભગવાન શિવનો અભિષેક કર્યુ હતું.
આચાર્ય સંજય મહારાજ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી શિવરાત્રી પર શિવ સિંધુ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં નવીન પટેલ સહિત ઘણા લોકો સમર્થન આપી રહ્ના છે. આ કાર્યક્રમ ભીટવાડીમાં સ્થિત શિવની વિશાળ પ્રતિમાની સામે દરિયા કિનારે આયોજિત કરવામાં આવ્યો હતો. ૧૫૧ યુગલોને વિવિધ શિવલિંગ અને પૂજા સામગ્રી આપીને વિશેષ પૂજા કરવામાં આવી હતી. મંત્રોના જાપ સાથે ૨ કલાક સુધી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શિવલિંગને સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. દરિયા કિનારે ૧૫૧થી વધુ શિવલિંગોની ધાર્મિક અને પૂજાઍ લોકોનું આકર્ષણ જમાવ્યું હતું. શિવ અભિષેક દરમિયાન નવીન પટેલ, વિશાલ ટંડેલ, ભૂતપૂર્વ સાંસદ ગોપાલ ટંડેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્ના હતાં. શિવ સિંધુ મહોત્સવના આયોજક આચાર્ય સંજય મહારાજે જણાવ્યું હતું કે છેલ્લા ૧૩ વર્ષથી દમણના દરિયા કિનારે શિવરાત્રી પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દરિયા કિનારે ઍક કે બે યુગલોથી શરૂ થયેલો આ ઉત્સવ આજે ૧૫૧ યુગલો સુધી પહોંચી ગયો છે.