પારડીમાં બી.કે. દ્વારા બરફનું જ્યોર્તિલિંગ
- byDamanganga Times
- 27 February, 2025

પારડી બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા પવિત્ર અમરનાથ જ્યોર્તિલિંગના દર્શન ભક્તો કરી શકે ઍ માટે પવિત્ર બરફનું જ્યોર્તિલિંગ બનાવવામાં આવ્યું છે. જેના દર્શન મોટી સંખ્યામાં ભક્તોઍ કર્યા હતાં અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા લોકોને પ્રભુ ભક્તિ સાથે પોતાનો જીવન શાંતિ અને સુખમય રીતે જીવવું ઍની શીખ આપવામાં આવી હતી અને ભગવાન ભોળાનાથ સામે તમામ કુટેવો મૂકીને સારી ટેવો કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો.