Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

બાલચોîડીમાં ૬૦ વર્ષથી મહાશિવરાત્રિનો આકર્ષણનું કેન્દ્ર

બાલચોîડીમાં ૬૦ વર્ષથી મહાશિવરાત્રિનો આકર્ષણનું કેન્દ્ર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા.૨૬ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાલચોંડી સ્થિત કોલક નદીના કિનારે રમણીય વાતાવરણ આવેલું પ્રસિદ્ધ ભુવનેશ્વર મહાદેવનું મંદિરે  ૬૦થી વધુ વર્ષથી મહાશિવ રાત્રિનો ભવ્યથી અતિ ભવ્ય મેળો ભરાય છે. આજરોજ આ શિવાલયનું પરિસર શિવ ભક્તોથી ઉમટી પડ્યું હતું. અહી કોલક નદીના કિનારે બારમાસી ઝરામાંથી પાણી કુંડમાં આવે છે જેમાં ભાવિકો મહાશિવરાત્રિઍ સ્નાન અને અભિષેક કરે છે. વધુમાં આ મેળામાં પિતૃઅોની શાંતિ માટે વિવિધ દાન-પૂણ્યનો પણ મહિમા છે. બાલચોîઢીના મેળામાં લોકો ઉત્સાહભેર જાડાતાં જાવા મળે છે અને આ મેળામાં વિવિધ પ્રકારના શણગારાયેલી દેવી - દેવતાઓની મુખાકૃતિ ધારણ કરી  વિવિધ વાધ્યોના તાલે નૃત્યની ઝલક પણ જાવા મળી જાય છે. સાથે આ ત્રિદિવસીય મેળામાં મનોરંજનના સાધનો વિવિધ ખરીદી માટેના સ્ટોલો પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. વધુમાં આ મેળામાં મિઠાઈમાં જલેબીનું અનેરું આકર્ષણ જાવા મળે છે. આ વર્ષે પણ કપરાડા તાલુકાના પ્રસિદ્ધ ભુવનેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય મેળાનું ભવ્ય આવ્યોજન કરાયું છે. ત્યારે હજારો લોકો આ મેળામાં ઉમટી પડ્યા છે અને દર્શન તથા મેળાનો લાભ લઈ રહ્ના છે.