છીપવાડમાં અંગત અદાવતે ઘરમાં ઘૂસી વેપારીને માર મરાયો
- byDamanganga Times
- 27 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ઃ મારો પીછો કેમ કરે છે તેમ કહી વલસાડ શહેરના છીપવાડમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા વેપારી પિતરાઈ ભાઈ ઍવા વેપારીઍ ઘરમાં ઘૂસી માર મારતાં વલસાડ સીટી પોલીસમાં માર મારનારા વેપારી સહિત તેના માતા પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વલસાડ શહેરના છીપવાડમાં મનહરલાલ ગંગારામ મોદી નામની અનાજ કરિયાણાની દુકાન કુણાલ મોદી ચલાવે છે અને કૃણાલ મોદી ગતરોજ રાબેતા મુજબ દુકાન બંધ કરીને રાત્રે પ્રમુખ વિહાર સોસાયટીમાં પોતાના ઘરે બેસેલા હતા. તે દરમિયાન ગઈકાલે રાત્રે ૮ વાગ્યે તેમની બાજુમાં જ કરિયાણાની દુકાન ચલાવતા અને તેમના ઘરની સામે જ રહેતા જૈનિશ મોદી તેમના પિતા ધર્મેશભાઈ મોદી અને માતા નીમાબેન તેમના ઘરમાં લાકડા અને ચલેથો લઈને આવી ઘૂસી ગયા હતા. જૈનીશે કહ્નાં તું મારો પીછો કેમ કરે છે ઍમ કહી ગાળો આપવા માંડતા કુણાલભાઈઍ હું તારો પીછો કરતો ન હતો હું મારા કામથી ગયેલો હતો. ઍમ કહેતા ઉશ્કેરાઈ જઈ જૈનિશ મોદીઍ લાકડા વડે કૃણાલ મોદીને ફટકા મારતા લોહી લુહાણ થઈ જતા ઘરમાં હાજર વેપારીને બચાવવા આવતા તેમને પણ ધક્કો મારતા તેઓ પણ પડી ગયા હતા. જે બાદ બૂમાબૂમ કરતા ત્રણે જણા ફરીવાર આવું કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલી ગયા હતા.મોઢામાં તથા શરીરે ઇજા પામેલા કુણાલભાઈ મોદીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જે બનાવ અંગે કુણાલ મોદીઍ વલસાડ સીટી પોલીસ મથકમાં જૈનીશ મોદી તેના પિતા માતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.