વલસાડ પોલીસે બેન્ક ફોર્ડ કરી ૨૩ વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપ્યો
- byDamanganga Times
- 27 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ઃ વલસાડ સીટી પોલીસ મથકની સર્વેલંન્સની ટીમ તથા વલસાડ સીટી પોલીસ મથક વિસ્તારમા નાસતા-ફરતા આરોપીઓ પકડવા અંગે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે રાજસ્થાનના જયપુર શહેરના કોટવાલી પોલીસ મથકમાં ૨૦૦૨નો આરોપી સલીમ ઉસ્માન મિસ્ત્રીઍ અશોક પ્રેમકુમાર પટણીની પાસેથી રોડ -હાઈવે બનાવવાની મશીનરી મેળવી પંજાબ નેશનલ બેંકના ખોટા ચેક મોકલી રુપિયા ૧,૫૯,૫૯૮ રુપિયાની છેતરપીડી કરી હતી અને છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપી સલિમ ઉસ્માન મિસ્ત્રી મુળ રહે. વ્યાપારીયોનો મહોલ્લો, સુઝાનગઢ જી ચુરુ, રાજસ્થાન હાલ રહે ૧૦૦૧, પરાગજી ટાવર, આવાબાઇ સ્કુલની સામે તા.જી વલસાડનાઓને પકડવા વલસાડ સર્વેલન્સના માણસોઍ ઝોમોટો ડિલીવરી બોય, કુરીયર બોયનો વેશ ધારણ કરી આરોપી ને ચોક્ક્સ માહીતી મેળવી નાસતા ફરતા આરોપીની ઝડપી પાડ્યો હતો.