Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

આંતલીયાની કંપનીમાં યુવકને વીજ કરંટ લાગતા મોત

આંતલીયાની કંપનીમાં યુવકને વીજ કરંટ લાગતા મોત

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૨૬ઃ ગણદેવી માંકલા ફળીયામાં રહેતો જીજ્ઞેશ કલ્યાણભાઈ હળપતિ (૨૧) બીલીમોરા નજીક આંતલીયા જીઆઇડીસીમાં પાઇપ ઉત્પાદન કરતી સી.ટેલ ઇન્ફ્રા પ્રા.લી. કંપનીમાં કામ કરતો હતો. તે મંગળવાર રાત્રે ૧૧ઃ૨૫ કલાકના અરસામાં કામ કરી રહ્ના હતો. જે વેળા મશીનમાં દાણા નાખી રહ્ના હતો. જ્યાં અચાનક તેને કરંટ લાગતાં તે મશીન સાથે ચોંટી ગયો હતો. તેને તુરંત બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે જીજ્ઞેશને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાનો સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ વાયરલ થયાં હતાં. જેમાં જીજ્ઞેશ મશીન સાથે ચોંટી જતો નજરે ચઢે છે. બીલીમોરા પોલીસે અકસ્માતની મોત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.