સેલવાસમાં ઍસટીપીની સફાઇ શરૂ
- byDamanganga Times
- 27 February, 2025
.jpg)
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૬ઃ સેલવાસ સ્માર્ટ સિટીમાં પાણી પુરવઠા અને ગટરના સંચાલન અને જાળવણીનું કાર્ય ઍક્વાટેક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્નાં છે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને સિલવાસા સ્માર્ટ સિટી પ્રશાસને પહેલેથી જ તૈયારી શરૂ કરી છે, જેથી પાણીની સપ્લાય સુચારૂ રહે અને નાગરિકોને કોઇપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.
હાલમાં શહેરમાં ૧૫ ઍમઍલડી અને ૧૧ ઍમઍલડી પાણી શુદ્ધિકરણ પ્લાન્ટની સફાઇનું કાર્ય તેજ ગતિઍ ચાલુ છે. પ્રશાસન મુજબ, આ પ્રક્રિયાથી પાણીની ગુણવત્તા સુધરશે અને સપ્લાય વધુ અસરકારક અને સ્વચ્છ બની શકશે.
આ સિવાય, પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પાઇપલાઇન લીકેજની મરામતનું કામ પણ કરવામાં આવી રહ્નાં છે. સેલવાસ સ્માર્ટ સિટીના ઉદ્દેશ્ય મુજબ, આવતા દિવસોમાં નાગરિકોને વિક્ષેપરહિત પાણી સપ્લાય મળી રહે અને ઉનાળામાં પાણીની તંગી જેવી સમસ્યાઓથી બચી શકાય.