Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ડુંગરા અને છરવાડાના બે બુટલેગર પાસામાં ધકેલાયા

ડુંગરા અને છરવાડાના બે બુટલેગર પાસામાં ધકેલાયા

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વાપી,તા.૨૬ઃ દમણથી ગેરકાયદે દારૂ નો જથ્થો ગુજરાતમાં હેરાફેરી કરનાર ડુંગરા અને વલસાડના બે ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર અને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેટલાક સમયથી સંઘ પ્રદેશ દમણ ખાતેથી ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બુટલેગર રોનક સુનીલસિંહ રહે ફલેટ નંબર ૩૦૨ આઝાદ રેસીડેન્સી આઝાદ નગર ડુંગરી ફળિયા ડુંગરા વાપી તેમજ તેજસ સુમનભાઈ પટેલ રહે છરવાડા ભરાડીયા ફળિયા વલસાડની સામે અનેક દારૂના ગુનાઓમાં વોન્ટેડ હતા અને તેઓ વારંવાર સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂનો જથ્થો લાવી વેચાણ કરતા હતા જેને ધ્યાને લઈ વલસાડ જિલ્લા પોલીસવડાની સૂચનાથી ઍલસીબી વિભાગના પીઆઈ ઉત્સવ બારોટની ટીમ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ પાસાનો ગુનો બને તેવા સાધનિક પુરાવાઓ ભેગા કરી જિલ્લા મેજિસ્ટિક અને વલસાડ જિલ્લાના કલેક્ટર દવેનાઓને પાછા દરખાશો મંજૂર કરવા માટે ફાઈલો રજૂ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ બંને બુટલેગર રોનક સુનીલ સિંગ અને તેજસ સુમનભાઈ પટેલનાઓને પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરતા ઍલસીબી પોલીસની ટીમ દ્વારા બંને આરોપીની અટકાયત કરી રોનક સિંગને ભાવનગર જિલ્લા જેલમાં તથા તેજસ સુમનભાઈ પટેલને રાજકોટ જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે જેને લઇ બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્ના છે.