સેલવાસ સિવિલ હોસ્પિટલ બહાર પાર્ક કરેલી બુલેટમાં આગ
- byDamanganga Times
- 27 February, 2025
.jpg)
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૬ઃ શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્પિટલના ગેટ નંબર ઍક પાસે પાર્ક કરેલી બુલેટ બાઈકમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાઈ હતી, પરંતુ અન્ય કોઈ બાઈક તેની ચપેટમાં આવી નહોતી. ઘટનાને જોઈ તાત્કાલિક હોસ્પિટલ સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હજુ સુધી આગ લાગવાના કારણો જાણી શકાયા નથી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બુલેટ બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને હોસ્પિટલ પ્રાંગણમાં થોડીવાર માટે હડકંપ મચી ગયો હતો.