Damanganga Times.

Damanganga Times.

April 10, 2025

વાપીના કાંતિ પટેલે ૮૬ દિવસમાં પરિક્રમા પગપાળા પુરી કરીને રેકર્ડ બનાવ્યો

વાપીના કાંતિ પટેલે ૮૬ દિવસમાં પરિક્રમા પગપાળા પુરી કરીને રેકર્ડ બનાવ્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૬ ઃ વાપી તાલુકાના સલવાવ ગામના વતની અને હાલ વાપી ખાતે રહેતા કાંતિભાઈ પટેલ ઍ પવિત્ર નર્મદા પરિક્રમા પગપાળા માત્ર ૮૬ દિવસમાં પૂર્ણ કરી નવો રેકોર્ડ કીર્તિમાન કર્યો છે. 

વાપીના જાણીતા નેશનલ સાઇકલિસ્ટ, પર્વતારોહક અને દોડવીર ઍવા ૬૪ વર્ષીય કાંતિભાઈ પટેલ જેવો ઍમઍસસી ઍલઍલબી સુધીનો અભ્યાસ કર્યો છે અને વાપી તથા અમદાવાદ ગાંધીનગર ની ખૂબ જ જાણીતી ઍવી ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે સેવા બજાવી નિવૃત્ત થયા બાદ તેઓ પોતાની આ નિવૃત્તિને આનંદમાં વિતાવવા માટે ટ્રેકિંગ અને સાયકલિંગ કરે છે. રોજના તેઓ ૬૦ થી ૭૦ કિલોમીટર વહેલી સવારમાં સાયકલિંગ કરે છે તેમના સાથી અને પારડી તાલુકાના કિકરલા ગામે રહેતા પ્રમોદભાઈ પટેલ સાથે નર્મદા પરિક્રમા તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર થી શરૂ કરી હતીશરૂ અને માત્ર ૮૪ દિવસ સતત પગપાળા ૨૮૫૦ કિલોમીટર ચાલી તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ પૂર્ણ કરી હતી. નર્મદા પરિક્રમા દરમિયાન તેમણે અનેક સંતો મહંતો મઠ મંદિરો તથા પ્રકૃતિના સાનિધ્યનો લાહવો લીધો છે. 

૬૪ વર્ષની ઉંમરે આ ઍક ખડતલ પણા અને સાહસનો પરિચય આપ્યો છે.  કોઈપણ ઉંમરે સિદ્ધિ મેળવી શકાય છે તેનું ઉદાહરણ પૂરું પાડયુ છે. કાંતિભાઈ પટેલ દ્વારા નિવૃત્તિ બાદ ટ્રેકિંગ અને સાયકલિંગમાં જીવનનો સાચો આનંદ માણી રહ્ના છે તેઓ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ દીવ અને ગુજરાતના ઍકમાત્ર ૬૦ વર્ષ પછીના કિલીમીઝારો સર કરનાર પ્રથમ વ્યક્તિ પણ છે જેઓને હાલમાં લોકો પંચ કૈલાસિ તરીકે પણ ઓળખે છે તેમણે અગાઉ કૈલાસ માન સરોવરની યાત્રા બે વખત અમરનાથ યાત્રા તેમજ બાર જ્યોર્તિલિંગ અને માઉન્ટ ઍવરેસ્ટ બેઝ કેમ્પ પણ સર કર્યું છે તેમની આ સિદ્ધિ બદલ હાલમાં તેઓનું વલસાડ જિલ્લા દમણ અને દાદરા નગર હવેલી તેમજ મહારાષ્ટ્ર માં વસતા ભંડારી સમાજના લોકો દ્વારા તેમનું ઠેર ઠેર સ્વાગત અને સન્માન પણ કરવામાં આવી રહ્નાં છે.