Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

પોદાર વર્લ્ડ સ્કૂલમાં વાર્ષિક દિનની ઉજવણી

પોદાર વર્લ્ડ સ્કૂલમાં વાર્ષિક દિનની ઉજવણી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) 

વાપી,તા.૨૫ઃ પોદાર વર્લ્ડ સ્કૂલમાં વાર્ષિક દિવસનો કાર્યક્રમ આયોજિત કર્યો. જે વાપી નામધા રોડના રાજુ શ્રોફ ઓડિટોરિયમમાં યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરિકે  કેતન પટેલ ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા ગેસ્ટ ઓફ ઓનર અમી પટેલ ઉપપ્રમુખ ઓફ કેતન ઍન.જી.ઓ. તેમજ ખાસ મહેમાનો માં ડૉ. ડી.ઍલ. ચૌધરી પ્લાસ્ટિક સર્જન ટ્રિસ્ટાર ક્લિનિક ઍમ.ઍસ.હંસા ચૌહાણ ઇન્ટિરિયર ડિઝાઇનર આર્ય ઇન્ટિરિયર્સ તેમજ પોદારની  તમામ પીજેકે કેન્દ્રોના મુખ્ય શિક્ષક અને આચાર્ય ઊપસ્થિત રહ્ના હતા.

તેમજ દરેક વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર હતા. અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓઍ સાથે મળીને ઓડિટોરિયમને  વાર્ષિક ઉત્સવની થીમ ને અનુરૂપ  ખૂબ સુંદર રીતે સજાવ્યું હતું. અને  મુખ્ય મહેમાનના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સુંદર  પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. કાર્યક્રમનું સંચાલન ખૂબ જ પ્રભાવશાળી હતું. જેમાં વિવિધ વર્ગના વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો અને વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી. સૌ પ્રથમ વિદ્યાર્થીઓઍ મુખ્ય મહેમાન અને વિદ્યાર્થીઓના વાલીઓનું સ્વાગત કરી સ્વાગત કાર્યક્રમ રજૂ કર્યો હતો. વાર્ષિક ઉત્સવની થીમ અનુરૂપ અનેક ફિલ્ડના રિયલ હીરો જેને આપણે ભૂલી ચૂક્યા છે તેની ઝાંખી કરાવવા માટે આ ઉદઘોષ કરવામાં આવ્યો હતો.જેમાં  કોમડીયન, અબક્કા દેવી, જટાયુ, રતન ટાટા, વીર અભિમન્યુ, મોલાના આઝાદ, રૂપસિંગ જેવા રિયલ હીરોની યાદ અપાવી હતી. 

વિદ્યાર્થીઓના જૂથને સ્ટેજ પર આવવા અને નાટક અને નૃત્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓઍ રજૂ કરેલું નાટક રમુજી અને રસપ્રદ હતું. તેણે પ્રેક્ષકોને આકર્ષિત કર્યા. ધોરણ  ૧ થી  ૯ ના  દરેક વિદ્યાર્થીઓઍ   વિવિધ નૃત્ય અને નાટકો રજૂ કરી શ્રોતાઓને મનોરંજન પૂરું પાડ્યું હતું. અંતમાં, યજમાન દ્વારા મુખ્ય મહેમાનને કાર્યક્રમ અંગે તેમના વિચારો વ્યક્ત કરવા વિનંતી કરવામાં આવી હતી. તેણે આવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. તેણે પોતાની કારકિર્દી વિશે જણાવ્યું અને વિદ્યાર્થીઓના પ્રદર્શનની પ્રશંસા કરી. ત્યાર બાદ  શાળાના આચાર્ય  સુનિતા પટનાયકે  દરેકનો ખાસ કરીને મુખ્ય મહેમાનનો પોતાનો કિંમતી સમય આપવા બદલ આભાર માન્યો હતો.