ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા સ્પંદનના સંયુક્ત ઉપક્રમે વાપીમાં અકૂપાર નાટકનું આયોજન કરાયું
- byDamanganga Times
- 27 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૬ ઃ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા વાપી શહેરની જાણીતી કલા સંસ્થા સ્પંદનના સંયુક્ત ઉપક્રમે ગત રવિવારના દિવસે સાંજે ૬ઃ૩૦ વાગ્યે રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમ ખાતે કવિ ધ્રુવ ભટ્ટ લિખિત અને અદિતિ દેસાઈ દિગ્દર્શિત નાટક અકૂપાર રજૂ કરવામાં આવ્યું હતું.
રવિવારનો દિવસ અને ભારત-પાકિસ્તાન વચ્ચે રસ-દ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ હોવા છતાં ખીચોખીચ ભરાયેલા શ્રોફ ઓડિટોરિયમમા ઉપસ્થિત રસજ્ઞ શ્રોતાઓઍ કથા પ્રવાહમાં સતત વહેતા રહેતા આ નાટકને રસપૂર્વક માણ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન સ્પંદનના પ્રમુખ ચારૂશીલા ભટ્ટે કર્યું હતું. સંસ્થાનો પરિચય મેનેજિંગ ટ્રસ્ટી હિતેન ભટ્ટે આપ્યો હતો. દિગ્દર્શક અદિતી દેસાઇનું શાલ ઓઢાડીને સ્વાગત વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોષીઍ અને આયોજન સંચાલક શ્રી જીગ્નેશ ભટ્ટે કર્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના. સચિવ ઓમપ્રકાશ ભટ્ટારે કર્યું હતું.
કેન્દ્રીય સાહિત્ય અકાદમી વિજેતા ધ્રુવ ભટ્ટની નવલકથા અકૂપાર પરથી ઍજ નામે નાટ્ય-રૂપાંતર પણ ધ્રુવ ભટ્ટે જ કર્યું છે. ય્થ્ દેવકી અભિનિત અને અદિતિ દેસાઈ દિગ્દર્શિત નાટકની પ્રસ્તુતિઍ ગીરનાં જંગલ સાથે જોડાયેલી હકીકતો, કથાનકો અને ત્યાં વસતી પ્રજાની ભાવનાઓ દ્વારા લેખકે રજૂ કરેલ અનોખી સૃષ્ટિને દિગ્દર્શકે અને તેના કલાકારોની ટીમે પ્રેક્ષકોની આંખ સામે તાદ્રશ કરી આપી. નાટકના સંવાદો જેટલા ચોટદાર છે, તેટલો જ અદ્ભૂત કલાકારોનો અભિનય છે. આઈમા, સાંસાઈ , ધાનું, રતુભા. પ્રેક્ષકોના દિલોદિમાગમાં લાંબા સમય સુધી છવાયેલા રહેશે. અત્યંત કલાત્મક દિગ્દર્શન, સેટ ડિઝાઇન, અભિનય, સાઉન્ડ ઈફેક્ટ અને પાત્રોની અભિનય-કળાઍ ઓડિટોરિયમમાં ગીરને જીવંત કરી દઈ પ્રેક્ષકોને રસ-તરબોળ કરવા સાથે પ્રકૃતિ થી દૂર જવાથી આપણે શું ગુમાવ્યું છે. તેનો અહેસાસ કરાવ્યો નાટક પૂર્ણ થતાની સાથે જ ઓડિટોરિયમમા ઉપસ્થિત સર્વ શ્રોતાઓઍ સ્વયંભૂ ઍકસાથે ઉભા થઈને લાંબા સમય સુધી તાળીઓનો ગડગડાટ કરીને નાટકના તમામ કલાકારોને હર્ષભેર વધાવી લીધાં હતાં.ઍ રીતે અકૂપાર નાટક વાપી ખાતે સફળતાપૂર્વક પ્રસ્તુત કરાયું હતું.