Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

લલિતકલા અકાદમી ઍવોર્ડ અને ગુજરાત રાજ્ય થકી સન્માનિત બીના પટેલના વારલી ચિત્રોનું વાપીમાં પ્રદર્શન યોજાશે

લલિતકલા અકાદમી ઍવોર્ડ અને ગુજરાત રાજ્ય થકી સન્માનિત  બીના પટેલના વારલી ચિત્રોનું વાપીમાં પ્રદર્શન યોજાશે

વર્ષો પર વલસાડમાં બીના પટેલ સાથે પરિચય થયેલો. ઍમનું વ્યક્તિત્વ સાલસ, ઉમદા, ધરતીનાં છોરું જેવું.

ઍમની વારલી ચિત્રકારી અને શિલ્પ સાથેની નિસબત ધ્યાનાકર્ષક. કલાધરી બીના નિજાનંદી. આસ્થાનાં વહાલસોયાં માતા તરીકે બીના સજાગ- સતર્ક. હસમુખભાઈનાં જીવનસંગિની તરીકે બીના પ્રેમાળ, સમર્પિત તોયે સ્વતંત્ર વ્યક્તિત્વની માલકિન અને પુત્રવધૂ તરીકે સમજદાર અને જવાબદાર.ઍની સાથે દોસ્તી રાખવાનું મને ગમે ઍનું કારણ કલા પ્રત્યેનું વલણ. પટેલ દંપતી વાંચનપ્રેમી, કલાપ્રેમી, બાળકોના વિકાસમાં રસ લેનારાં, જાગૃત નાગરિકો છે. હસમુખ પટેલની શાંતિ માટે જવાબદાર વડીલશાહીની ચળવળે( ર્ભ્ીશ્વફૂઁદ્દજ્ઞ્િઁં જ્ંશ્વ ર્ભ્ફૂણૂફૂ) લોકજાગૃતિની દિશામાં ખાસ્સું પ્રદાન કર્યું છે. વારલી ચિત્રકારીને જીવંત રાખવાં માંગતાં કલાકારો  અને કલાધરીઓમાં બીના પટેલનું નામ અગ્રિમ હરોળમાં આવે. ઍ અર્થમાં બીના મારે મન મરજીવી છે. વલસાડ અને વાપી સાથે ઍમના સંબંધો હૂંફ, પ્રેમ અને પોતીકાપણાંથી તરબતર છે. 

રસિકોને ભલામણ કે ઍમનાં ચિત્રોનું પ્રદર્શન માર્ચ -૨૦૨૫ તા. ઍક થી ચાર દરમિયાન ડેફોડીલ હોલ, હોટેલ ફોર્ચ્યુન પાર્ક ગેલેક્ષી, વાપી ખાતે સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે તો મુલાકાત લઈ શકો. 

વારલી ચિત્રકારી વિશે બીના પટેલ દ્વારા આલેખન સાથે ઍમનાં પ્રદાનની ઝલક.

વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને પાસેના મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં રહે છે. તેઓ તેમની આગવી ચિત્રકલા માટે જાણીતા છે. ખાસ કરીને વારલી સ્ત્રીઓ પલાળેલા ચોખાને પત્થર પર ઘૂંટીને બનતા સફેદ રંગથી તહેવારો, જન્મ, સગાઇ, લગ્ન, પાકની લણણી જેવા પ્રસંગોઍ ઘરની લીપેલી દીવાલ પર ચિત્રકામ કરતા હતા.

આધુનિક જગતના આક્રમણોથી વારલી આદિજાતિના લોકોના જીવનમાં ફેરફારો આવતા જાય છે. અને આ કળા અન્ય આદિમ કલાઓની માફક કાળના ગર્ભમાં લુ થઇ રહી છે.. પદ્મશ્રી સ્વ. જીવ્યા સોમા માશે જેવા ધરતીપુત્ર તથા જન્મજાત કલાકારે પોતાના ચિત્રકામથી આ ચિત્ર કળા જાળવી રાખવાનો યશસ્વી પ્રયત્ન કરેલ.

પલાળેલા ચોખાથી બનતા રંગ ઉપરાંત સિંદુર, ગુલાલ, કંકુ, મધ, કાળી રાખ પણ પ્રસંગોચિત રીતે સામગ્રી તરીકે વાપરવામાં આવતા.

ચિત્રોમાં રોજબરોજના જીવન, ઉત્સવો, નૃત્યો, જંગલો, પર્વતો, ઝરણા, દેવી-દેવતાઓં, ચિતરવામાં આવે છે. નૃત્ય કરતા લોકો, કુવે પાણી ભરતી સ્ત્રીઓ, ગોવાળીયા, ચરતા પશુઓ, તાડના ઝાડ પરથી તાડી ઉતરતા લોકો, જુદા જુદા વૃક્ષો, પંખીઓ, સાપ, અજગર, ઝુંપડાઓ, ઘર, ખેતરમાં થતા કામો જેવા કે દરણું  દળતી, વલોણું વલોવતી, ચોખા ખાંડતી, છોકરા હીંચકાવતી, કચરો વાળતી, રસોઈ બનાવતી સ્ત્રીઓ, ખેતર ખેડતા, વાવણી કરતા, નીંદતા, લાકડાની ભારી લઇ જતા, ઇન્દ્રદેવને વધાવતા, વાઘ દેવની પૂજાઍ જતા, બળદગાડું, શિકારના દ્રશ્યો વગેરે દ્રશ્યો જોવા મળે છે.

?જંગલી પશુઓ, પંખીઓ, જીવ જંતુઓ તથા પાલગુટ દેવી, વાઘ દેવ, પંચોરા દેવ, ઇન્દ્ર દેવ, ઘોડા પર જતું નવ દંપતી વિગેરે ચિત્રોના મુખ્ય વિષયો છે.?

સામાન્ય રીતે ભૌમિતિક આકારો – ત્રિકોણ, વર્તુળ, અર્ધ ગોળાકાર, ચોરસ તથા અન્ય ભૌમિતિક આકારોની મદદથી ચિતો બનાવવામાં આવે છે.

?આ ચિત્ર કળા ૧૨૦૦ વર્ષ જૂની છે અને મધ્ય પ્રદેશની ભીમ બેટકાની ગુફાઓમાં આવેલ ૫૦૦૦ થી ૧૦૦૦૦ વર્ષ જુના ચિત્રો સાથે સરખાવવામાં આવે છે.

શ્રીમતી બીના પટેલ, વડોદરાની ઍમ. ઍસ. યુનીવર્સીટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના શિલ્પ (સ્કલ્પચર)ના સ્નાતક (ગ્રેજ્યુઍટ) છે. તથા વારલી, માંડણા જેવી ભારતની પરંપરાગત ચિત્ર શૈલીઓમાં ખાસ રસ ધરાવે છે. અને આવી ચિત્ર કલાઓના સરંક્ષણ અને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે.

આ અગાઉ તેઓઍ પોતાનાં ચિત્રો અને શિલ્પોનાં પ્રદર્શનો ૧૯૯૮થી શરૂ કરીને આજપર્યંત વિવિધ સ્થળે કર્યા છે. જે યાદી હવે ખાસ્સી લંબાણપૂર્વક લખવી પડે ઍટલી મોટી થઈ ગઈ છે. તેઓ તૃણમૂલથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યાં છે તેની ઝલક. 

૧૨૦૦ વર્ષ જૂની લુ થઇ રહેલી વારલી ચિત્રકલાને જીવંત રાખવા તેઓઍ દક્ષિણ ગુજરાતના ડાંગ તથા તાપી જીલ્લામાં વરલી તથા અન્ય આદિવાસી લોકોને આ  કળાની તાલીમ આપેલ તથા તેઓ  પાસે પ્રગતિ મેદાન દિલ્હી ખાતે પ્રદર્શનમાં ભાગ લેવડાવી વેચાણ માટેની પણ તાલીમ આપેલ હતી.

ડેફોડીલ હોલ, હોટેલ ફોર્ચ્યુન પાર્ક ગેલેક્ષી, વાપી ખાતે સવારના ૧૦ વાગ્યા થી રાત્રે ૧૦ વાગ્યા સુધી તેઓના ચિત્રો તથા શિલ્પોનુ પ્રદર્શન રાખેલ છે કળાપ્રેમીઓને તેનો લાભ લેવા નિમંત્રણ છે.

આ પ્રદર્શનનું  ઉદઘાટન ગુજરાત રાજ્યના નાણાપ્રધાન, ઍનર્જી અને પેટ્રોકેમિકલ્સ ખાતાના પ્રધાન  કનુભાઈ દેસાઈના હસ્તે ૧/૩/૨૦૨૫, શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે થશે. આ પ્રદર્શન તારીખ ચોથી માર્ચ સુધી રોજ સવારે ૧૦ થી રાત્રે ૮ કલાક સુધી ચાલશે.