Damanganga Times.

Damanganga Times.

April 09, 2025

વાપીના સિધ્ધનાર્થ મહાદેવ મંદિરે ભક્તોને પ્રસાદ વિતરણ કરાયું

વાપીના સિધ્ધનાર્થ મહાદેવ મંદિરે ભક્તોને પ્રસાદ વિતરણ કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૬ ઃ મહાશિવરાત્રિ ના પવન પર્વને દયાન માં રાખી દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીના સમાજ સેવક કિરણ રાવલ અને બીજા ભાવિક ભક્તો દ્વારા વાપી ટાઉનમાં આવેલ  સિદ્ધનાથ મહાદેવ મંદિર ની બાર  પ્રસાદ વિતરણ નો સ્ટોલ લગાવ્યો હતો. જેમાં લગભગ અંદાજીત ૨૦૦૦ થી ૨૨૦૦  ભાવિક ભક્તોને  પ્રસાદનું વિતરણ કર્યું હતું. વાપીના સમાજ સેવક કિરણ રાવલ અને ભાવિક ભક્તો દ્વારા શિવરાત્રિના શિવભક્તો ના ઉપવાસને દયાનમાં  રાખી  શિવભક્તો માટે ચા, કોફી પાણી ની બોટલ, ફરારી શીરા રૂપી મહાપ્રસાદ, તેમજ સાથે સાથે દરેક શિવ ભક્તોને કેળા રૂપી પ્રસાદનું હર હર મહાદેવના નાદ સાથે વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસાદ વિતરણનો પ્રોગ્રામ સવારે ૮.૦૦ વાગે થી લગભગ બપોરે. ૨.૩૦ વાગ્યા સુથી  ચાલ્યો હતો   આમ સમાજ સેવક કિરણ રાવલ અને શિવભક્તો દ્વારા કરવામાં આવેલ આ સમાજ સેવાની પ્રવૃતિ થી લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને શિવ ભક્તોઍ સારો ઍવો લાભ મળ્યો  હતો.