Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

વાપીમાં ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ જીઍસટી ઍસો.ની કોન્ફરન્સ યોજાઈ

વાપીમાં ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ જીઍસટી ઍસો.ની કોન્ફરન્સ યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૬ ઃ વાપીમાં ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ જીઍસટી પ્રેક્ટિસનલ ઍસોસિઍશન દ્વારા વન-ડે ટેક્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પીકર તરીકે જતીન હરજાઈ ઍડવોકેટ તથા ડોક્ટર અર્પિત હલ્દીપા દ્વારા જીઍસટી કાયદામાં થઈ રહેલ વિવિધ ફેરફારો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વાપીના મીરા બેન્કવેટ સોનોરસ ખાતે વલસાડ જિલ્લા ડિસ્ટ્રિક્ટ જીઍસટી પ્રેક્ટિસનલ ઍસોસિઍશનનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ વાપી ઉમરગામ દમણ તથા સેલવાસના ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સી.ઍ ઍડવોકેતો તથા ટેક્સ નિષ્ણાતોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલા ટેક્સ કન્સલ્ટનો દ્વારા ભાગ લીધો હતો. 

આ કાર્યક્રમના અંતે વીડીજીપીઍના પ્રમુખ સોહમભાઈ જોશી ઍ સેમિનારમાં આવનાર તમામ સહભાગીઓ તથા સ્પીકરોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આયોજનને સફળ બનાવવા માટે ઍસોસિઍશનના તમામ સભ્યો પણ ઍસોસિઍશન વતી પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.