Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ચલા સીઍચસીમાં ચાર કોલ્ડ સ્ટોરેજની ભેટ ઃ લોકાર્પણ

ચલા સીઍચસીમાં ચાર કોલ્ડ સ્ટોરેજની ભેટ ઃ લોકાર્પણ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૫ ઃ વાપી મહાનગરપાલિકાના ચલા સીઍચસી ખાતે મૃતદેહોને રાખવા માટે ચાર જેટલા આધુનિક કોલ્ડ સ્ટોરેજ ભેટ અપાયા સાથે તેનું લોકાર્પણ પણ કરાયુ.ં

વાપી મહાનગરપાલિકા દ્વારા આજે ચલા સીઍચસી ખાતે ચાર મૃતદેહને રાખી શકાય તેવુ  કિર્લોસ્કાર કંપનીનું કોલ્ડ સ્ટોરેજ મશીન આજરોજથી કાર્યરત કરવામાં આવેલ છે. જેથી અકસ્માત કે અન્ય કારણોસર તેમજ કંપનીઓમાં અકસ્માતે મૃત્યુ પામેલ વ્યક્તિની બોડીને વાપીથી અન્ય વિસ્તારમાં કે અન્ય પ્રદેશમાં લઈ જવા માટે ઍકથી બે દિવસ બોડીને સાચવવાની હોય તેવા કિસ્સા/સંજોગોમાં ચલા સીઍચસી ખાતે  કોલ્ડ સ્ટોરેજ મશીનની સેવા કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં બોડીને ૨થી ૬ ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચરમાં રાખવામાં આવશે. આમ છેલ્લા ઘણા સમયથી ચલા સીઍચસી ખાતે બગડેલી હાલતમાં રહેલા કોલ સ્ટોરેજના સ્થાને નવા ચાર કોલ્ડ સ્ટોરેજ આપી તેનું લોકાર્પણ કરાયું છે. જેથી વાપીમાં હવે મૃત્યુ પામેલા કે અકસ્માતે મૃત્યુ પામેલાઓના મૃતદેહને ઍકથી બે દિવસ સાચવવો હોય તો તેમાં રાખી શકાશે.