Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

નડગધરીમાં બ્રિઝા-બાઇક અકસ્માતઃ બાળકનું મોત

નડગધરીમાં  બ્રિઝા-બાઇક અકસ્માતઃ બાળકનું મોત

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ચીખલીતા.૨૫ઃ ખેરગામ તાલુકાના નડગધરી ગામે સાંજના સુમારે ઍક કાર ચાલકે મોટરસાયકલ ઉપર સવાર પિતા પુત્રને અડફેટે લેતા ચાર વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ઘટના ખેરગામ પોલીસ દફતરે નોંધવા પામી છે.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના રૂમલા ચીરપાડા ફળિયા ખાતે રહેતા સંજય સોનું દેશમુખ ઉ.વ. ૨૮ જે પોતાની હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જીજે-૨૧-ઍઇ-૪૦૧૯ ઉપર પોતાનો દીકરો મિતાંશ  સાથે જઈ રહ્ના હતા તે દરમિયાન પાણીખડક પીપલખેડ માર્ગ ઉપર નડગધરી પટેલ ફળિયા ખાતે ઍક બ્રિઝા કાર નંબર જીજે-૨૧-સીડી-૭૨૬૯ના ચાલાકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે પોતાની કાર હંકારી લાવી મોટરસાયકલ સવાર પિતા પુત્રને અડફેટે લેતા ચાલક સંજય દેશમુખ અને પુત્ર મિતાંશ રોડ ઉપર પટકાતા  સંજયભાઈને ડાબા પગમાં તથા માથામાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યારે ચાર વર્ષીય મીતાંશને મોંના અંદરના ભાગે તેમજ છાતીના ભાગે મૂઢ માર વાંગતા ગંભીર ઈજાના કારણે મીતાંશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની ફરિયાદ યતીન વિજય દેશમુખે ખેરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ખેરગામ પોલીસ મથકના પોસઇ ઍમબી ગામીતે વધુ તપાસ હાથ ધરી છે.