Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

વલસાડમાં અજાણી મહિલાઍ ફાંસો ખાધો

વલસાડમાં અજાણી મહિલાઍ ફાંસો ખાધો

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૨૫ઃ વલસાડના તરીયાવાડ ગંગલી ખાડી પાસેની ભીંડીના ઝાડ સાથે ૨૫ વર્ષથી અજાણી મહિલાઍ સાડી બાંધી   ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળતા આજુબાજુના રહીશો જોવા માટે દોડી ગયા હતા. વલસાડ સીટી પોલીસને જાણ થતાં  સ્થળે દોડી જઈ મહિલાઍની લાશનો  કબજો મેળવી વલસાડ નગરપાલિકા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ શહેરના તરિયાવાડ  વિસ્તારમાંથી ગંગલી ખાડી પસાર થાય છે. આ ગંગલી ખાડીની બાજુમાં ભીંડીના જંગલી ઝાડ   મોટા પ્રમાણમાં આવેલા છે. આજરોજ સવારે ૯ઃ૦૦ કલાકે  ભીંડીના ઝાડ સાથે ઍક ૨૫ વર્ષીય અજાણી મહિલાઍ સાડી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં    લાશ જોવા મળતા વિસ્તારના રહીશો દોડી ગયા હતા. જે અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં  પિયુષ મનોજ પટેલે જાણ કરતા સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી મરણ જનાર મહિલાની લાશનો કબજો  મેળવી પોસ્ટમોર્ટમ માટે વલસાડની પાલિકા હોસ્પિટલમાં  મોકલવામાં આવી છે. મરણ જનાર અજાણી સ્ત્રીના ડાબા હાથનના અંગૂઠા પાસે અંગ્રેજીમાં ય્ગ્ નામનું ટેટુ ચિત્રાવેલ છે અને શરીરે ભુરા કલરનું બ્લાઉઝ પહેરેલ તથા પીળા કલરનો ચણીયો તથા ગળામાં કાળા મણકાનુ મંગલસુત્ર તથા બંન્ને હાથમાં લાલ કલરની બંગડી પહેરેલ છે.