Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ફલધરામાં વીજ ચેકીંગ કરવાં ગયેલ વીજ કર્મચારીઓ પર મહિલાનો હુમલો

ફલધરામાં વીજ ચેકીંગ કરવાં ગયેલ વીજ કર્મચારીઓ પર મહિલાનો હુમલો

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૨૫ઃ વીજ ચોરી અંગેની ફરિયાદ મળતા વલસાડના ફલધરા ગામના કુંભાર ફળિયામાં નાયબ ઇજનેર પોતાની ટીમ સાથે  વીજ ચેકિંગ કરવા જતા મહિલાઍ  ઇજનેર અને અધિકારીઓ સાથે ઝઘડો કરી  થાય તે કરી લેજોને ધમકી આપે ગાળા ગાળી કરી લાકડા વડે માર મારવાની ઘટના બનતા વીજ કર્મચારીઓ ભાગવાની નોબત આવી હતી. જોકે જે અંગે નાયબ ઇજનેરે  મહિલા વિરુદ્ધ  વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ કરી છે.

વલસાડ ઇસ્ટ સબ ડિવિઝનમાં  નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા વિરલકુમાર બળવંતરાય પટેલને વીજ ચોરી અંગે વીજ કંપની વલસાડનાં સર્કલ ઓફિસરનાં આદેશ મળતા   આજે વહેલી સવારે ૬ વાગ્યે વીજ કંપનીની ઓફિસેથી અલગ અલગ કુલ ૧૯ ટીમો સાથે વીજચોરી અટકાવવા માટે તેમજ વીજચોરી કરતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે  નાયબ ઈજનેર વિરલકુમાર બળવંતરાય રઘુનાથજી પટેલ તેમજ નાયબ ઈજનેર કમલેશભાઇ રમણભાઈ પટેલ તથા ઈલેકટ્રીકલ આસીસ્ટન્ટ બીપીનભાઈ ખાપુભાઇ પટેલ તથા ઈલેકટ્રીકલ આસીસ્ટન્ટ કમલેશ કે. પટેલ સાથે સરકારી અન્ટ્રીંગા કાર વાહન નંબર જીજે-૧૫-ઍઍક્સ-૩૩૫૫ના ડ્રાયવર હરીભાઈ જયંતીભાઈ પટેલ સાથે કચીગામ, કુલધરા તથા આજુબાજુના બીજા ગામોમાં ચેકીંગ કરવા નીકળ્યાં હતા. જે બાદ આ વીજ કંપનીની ટીમ   વલસાડના  ફલધરા ગામના કુંભા૨ ફળીયામાં સવારે ૦૮ઃ૧૫ કલાકે  ભુમીતાબેન જયસીંગભાઈ પટેલના ઘર પાસે આવેલા થાંભલા ઉપર વાયરનુ લંગર નાંખી ડાયરેકટ ઘરના પાછળના ભાગે વીજ જોડાણ કરેલ હોવાનું જોવા મળ્યું હતું જોકે  આગળના ભાગે લગાવેલા વીજ મીટરની પેટી ચેક કરતા તેમાં મીટર લાગેલ નહિ જોવા મળતા વીજ કંપનીના કર્મચારીઍ વીજચોરી કરી વપરાશ કરતા હોવાનું જણાય આવતા ઘરના સભ્ય પાસે બીલની માંગણી કરતા તેઓ ઘરમાંથી ઝ઼ઞ્સ્ઘ્ન્ નું ગ્રાહક નંબર ૪૨૨૪૨/૦૨૧૪૯/૦૪ નંબર વાળું મીટર ભૂમીતાબેન જયસીંહભાઈ પટેલના નામે હતું અને વીજ વપરાશ બીલની રકમ રૂપિયા ૨૨,૧૬૮ રકમ ભરવાની બાકી હતી. વીજ ચોરી બાબતે કહેતા ઉસકેરાયેલી ભૂમિકાબેન  અમેઝ કાર લઈને દોડી આવી ઉસકેરાઈ દે વીજ કર્મચારીઓ સાથે ગાળા ગાળી કરતા. વીજ કર્મચારીઍ પોતાના મોબાઈલ ફોનમાં શૂટિંગ કરતા તે વધુ ઉશ્કેરાઈ જઈ ગાળા ગાળી કરી  લાકડી લઈ  મોબાઈલ શૂટિંગ કરવાનું બંધ કરવાનું કહેવા છતાં મોબાઇલ શૂટિંગ બંધ   નહીં કરતા વીજ કર્મચારી વિરલભાઈને ડાબા હાથમાં લાકડીનો ફટકો મારી દીધો જેથી મોબાઈલ નીચે પાડી દીધો હતો. ભૂમિકાબેન ઍ જોર જોરથી ગાળો  બોલી સરકારી ગાડીનો કાચ તોડી નાખવાની તેમજ  માર મારવાની ધમકી આપી હતી. અને વીજ ચોરી તો કરવાની જ  છે. વીજ કર્મચારીઓઍ મુદ્દામાલ   કબજે લઈ રોણવેલ સબ ડિવિઝનમાં ગયા હતા. જે બાદ નાયબ ઇજનેર વિરલ પટેલે વીજ ચોરી અંગે અને વીજ કર્મચારીઓને માર મારી ગાળા ગાળી કરી ધમકી આપતા ભૂમિકાબેન જયસિંહભાઈ પટેલ  રહે ફલધરા કુંભાર ફળિયા તા.જી. વલસાડ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકમાં   ફરિયાદ નોંધાવતા  ચકચાર મચી જવા પામી છે.