કુંડી હાઇવે પર યુવાન પર ચપ્પુથી હુમલા પ્રકરણમાં સુરતના ત્રણ ઝડપાયા
- byDamanganga Times
- 26 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૨૫ઃ બે દિવસ અગાઉ વલસાડના કુંડી હાઇવે પર રિક્ષાને બાઇક ચાલાકે ઓવરટેક કરવાના મામલે બાઈક ચાલક અને રીક્ષા ચાલક વચ્ચે ઝઘડો થયા બાદ ઉસ્કેરાયેલા રીક્ષા ચાલકે બાઈક ચાલક પર ચપ્પુ મારી હુમલો કરી ત્રણ ઇસમો રિક્ષામાં ભાગી જતા વલસાડ જિલ્લા પોલીસવડાને સુચનાથી ઍલસીબીની ટીમે બાતમી આધારે સુરતના રિક્ષા ચાલક સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરી જેલમાં ધકેલી લીધા હતા.
વલસાડ તાલુકાના રોલા ગામના ભીમ ફળિયામાં ભાર્ગવભાઈ પટેલ રહે છે. ભાર્ગવ પટેલ આનંદ ઍસોસિયેટ કન્સ્ટ્રક્શનમાં ઇજનેર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે સાંજે ૬ઃ૧૫ કલાકે ભાર્ગવભાઈ પટેલ પોતાની બાઈક નંબર જીજે ૧૫/ આર.આર./૬૭૦૩ને લઈ પોતાના ઘરે જઈ રહ્ના હતો. તે દરમિયાન વલસાડના કુંડી ગામે આવેલા હાઈવે ઓવરબ્રીજ પાસે ઍક રીક્ષા નંબર જીજે ૦૫ /સી. વી./૫૪૦૮ ને ઓવરટેક કરતા રીક્ષા ચાલક અને તેમાં બેઠેલા બે ઈસમોઍ બાઈક ચાલક ભાર્ગવ પટેલ પર ચપ્પુ જેવા હથિયાર સાથે પેટના ભાગે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયેલા ભાર્ગવને તત્કાલીક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ડુંગરી સરકારી હોસ્પિટલ બાદમાં વલસાડની સિવિલ હોસ્પિટલ અને વધુ સરવાળો અર્થે વલસાડની અમિત હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, ડીવાયઍસપી ઍકે વર્મા, ડુંગરી પોલીસ મથકના પી.આઈ ઉર્મિ પટેલ, પીઍસઆઇ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગઈ ઍ રીક્ષા ચાલકની શોધખોળ કરવા માટે જિલ્લા પોલીસવડાઍ સુચના આપતા વલસાડ ઍલ.સી.બી.ની ટીમને બાતમી મળતા ટીમે ગણતરીની કલાકમાં આરોપીઓ રીઝવાન રફીક હમીદ મહેરાબ શેખ ઉ.વ.૩૫ ઘર નંબર ૧૧૮૫ ૨હે.ખોલવડ, ડેરી ફળીયું, કામરેજ સુરત, ઉમર યાસીન શેખ ઉ.વ.૩૮ રીક્ષા ચાલક રહે.કોસંબા, ઈન્દ્રાનગર, છાવા રોડ, ઘ૨ નં.૩૦૪૯ માંગરોડ સુરત અને વિપુલભાઈ સોમાભાઈ ગામીત ઉ.વ.૨૫ રહે.આ૨.કે. કોલોની, ખોલવડ તા.કામરેજ સુરતની પાસેથી રીક્ષા, ઍક ચપ્પુ, મોબાઈલ ફોન ૨ નંગ સહિત મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા.