થાલામાં ઍક યુવાનને મોતને ઘાટ ઉતારનાર બે સગીર બાળકો ઝડપાયા
- byDamanganga Times
- 26 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૫ઃ ચીખલી તાલુકાના થાલા ગામે ભાઈ અને કાકાનું ટિફિન લેવા ગયેલા યુવાનને સાથી મિત્રોઍ પાણીપુરી ખાધા બાદ પૈસા આપવાના મામલે પથ્થર વડે માથું ફોડી નાખી મોતને ઘાટ ઉતારનાર બે સગીર વયના બાળકોને ચીખલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના થાલા ગામે આવેલ વનરાજ ફરસાણની ફેક્ટરીમાં મજૂરી કામ કરતા રાહુલ રાજેન્દ્ર રાજભર ઉ.વ. ૨૩ મૂળ રહે. મરુઇ ઘેચરી વારાણસી તા. પિંડસ જી. વારાણસી ઉત્તર પ્રદેશ જે રવિવારના રોજ તબિયત સારી ન હોવાના કારણે નોકરી ઉપરથી ઘરે આવી સુઈ રહ્ના હતો અને સાંજે કાકા સુનિલભાઈ અને ભાઈ સનીનું ટિફિન લેવા માટે રાજકુમારના ઘરે ગયો હતો અને ત્યાંથી નવેક વાગ્યે પરત નીકળી ગયો હતો બાદમાં રસ્તામાં તેના બે સાથે મિત્રો જે સગીર વયના હોય જેની સાથે ૧૫૦ રૂપિયાની પાણીપુરી ખાધી હતી અને પૈસા આપવાના મામલે રકઝક થઈ હતી જેમાં પાણીપુરીવાળાને રૂપિયા ૫૦ રોકડા આપ્યા હતા અને રૂ.૧૦૦ ઉધાર રાખ્યા હતા અને ત્યાંથી રાહુલ રાજભર અને તેના બે સગીર મિત્રો સાથે જ નીકળી આવ્યા હતા. ત્યારબાદ થાલા ગામની હદમાં નહેરની બાજુમાં ખુલ્લા મેદાનમાં રાહુલને ઉભો રાખી ઍક સગીરે સાથે રાખેલ પથ્થર મોઢા ઉપર મારી દીધો હતો અને રાહુલ રાજભર નીચે પડી ગયો હતો ત્યારબાદ ઍક સગીરે રાહુલને પકડી રાખ્યો અને બીજાઍ રાહુલના કપાળના ભાગે તેમજ મોઢાના ભાગે પથ્થર મારી મોઢું છુંંડી નાખી મોતને ઘાટ ઉતારી દઈ બંને સગીર મિત્રો ફરાર થઈ ગયા હતા જોકે કાકા સુનિલભાઈ અને ભાઈ સની રાજભર રાહુલની મોડી રાત સુધી ભારે શોધ ખોળ આદરી હતી પરંતુ રાહુલનો કોઈ પત્તો લાગ્યો ન હતો બાદમાં સોમવારે સવારે રાહુલ મૃત હાલતમાં મળી આવતા બનાવની ફરિયાદ ચીખલી પોલીસ મથકે નોંધાતા પોલીસે રાહુલ રાજભરની હત્યા કરનાર આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કરતા ગણતરીના કલાકોમાં બે સગીર બાળકોને ઝડપી પાડી તપાસ કરતા આ અગાઉ પણ રાહુલ અને તેનો ભાઈ સની રાજભર સાથે અમારી બોલાચાલી થઈ હતી જેની અદાવત રાખીને રાહુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે રાહુલ રાજભરને મોટને ઘાટ ઉતારનાર આ બંને સગીર બાળકો જે ઉમિયા વુડન ડેન્સામાં મજૂરી કામ કરી રહ્ના હતા જે બિહાર ભાગી જવાની પેરવી કરે તે પહેલા જ ચીખલી પોલીસ અને નવસારી ઍલસીબીની ટીમ દ્વારા આ બંને સગીર બાળકોને તાબામાં લઈ લીધા હતા બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઆઇ કે.ઍચ. ચૌધરી કરી રહ્ના છે.