Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં ગીતા રબારી અને લાખણસી ગઢવી સંગે લોક ડાયરો યોજાયો

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં ગીતા  રબારી અને લાખણસી ગઢવી સંગે લોક ડાયરો યોજાયો

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) 

ધરમપુર,તા.૨૫ઃ ભારતના ઉચ્ચ આત્મદશાવાન સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્દ રાજચંદ્રજીની ધરમપુરની ધન્ય ધરા પર પધરામણીને ૧૨૫ વર્ષ થઇ રહ્ના છે. આ પધરામણી દરમિયાન જે મોહનગઢ પર તેઓઍ સાધના કરી હતી, આજે ત્યાં જ શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ છે, જે તેઓશ્રીના પરમ ભક્ત પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી સંસ્થાપિત શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું આંતરરાષ્ટ્રીય મુખ્યમથક છે. શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ દ્વારા   પૂજ્ય ગુરૂદેવ રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં સુમધુર કંઠ ધરાવતી વિશ્વપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારી અને લોક સાહિત્યકાર લાખણસી ગઢવી સંગે લોકડાયરો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર  શરદભાઈ વ્યાસ અને  બટુકભાઈ વ્યાસ પણ ઉપસ્થિત હતા. ધરમપુર તથા વલસાડ જિલ્લાના આગેવાનો સહીત સમગ્ર ધરમપુરવાસીઓ અને આશ્રમવાસીઓઍ સાથે મળીને ખુબ ઉમંગથી આ ડાયરો માણ્યો હતો.  ૧૨૫ વર્ષ પૂર્વે ધરમપુરમાં ફોરેસ્ટ ઓફિસરની ફરજ બજાવતાં રણછોડદાસભાઈ મોદીની વિનંતીને માન આપીને શ્રીમદ્દ રાજચંદ્રજીઍ તેમના ઘરે ૩૫ દિવસ નિવાસ કરી ધરમપુરની ધરાને સદૈવ માટે પવિત્ર કરી હતી. આથી અહીં ૩૫ દિવસની અનેકરંગી ઉજવણીઓ કરવામાં આવનાર છે. તે સમયે ધરમપુરનાં નગરજનો શ્રીમદ્જીની સેવાનો લાભ પામ્યા હતા. આથી પોતાના પૂર્વજોનો આ લાભ ઉજવવા નગરજનો પણ ઉત્સુક છે. આથી તેઓ અને શ્રીમદ્ રાજચંદ્રજીના અનુયાયીઓ સાથે મળીને આ ઉજવણીઓ કરી રહ્ના છે.

આ ઉત્તમ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા ધરમપુરની આસપાસના વિસ્તારો માં નગરજનો માટે અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેનો શુભારંભ સંપૂર્ણપણે ફ્રી મેડિકલ કેમ્પથી થયો હતો. ૨૩ મી ફેબ્રુઆરીથી ૩૦ મી માર્ચ સુધી ૩૫ દિવસની ઉજવણીઓમાં આંગણવાડીઓનું નવીનીકરણ, ધરમપુર અને તેની આસપાસના આંતરિયાળ ગામોમાં શિક્ષણ, આરોગ્ય તથા પ્રાણીસેવાના  વિવિધ કાર્યક્રમ યોજાશે.  આ આનંદોત્સવમાં ધરમપુરના નગરજનો માટે અનેકવિધ કાર્યક્રમો જેમ કે લોકડાયરો, સામાજિક નાટક, ‘ધરમપુર ગૉટ ટૅલેન્ટ’ સ્પર્ધા, પુરુષો અને મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ, આંતર-ગ્રામીણ રમતગમતની સ્પર્ધાઓ, મહિલાઓ માટે સ્પર્ધાઓ, બાળકો માટે આનંદમેળો, મહિલા દિવસની ઉજવણી, આંગણવાડીના બાળકો માટે મનોરંજન અને ભેટ વગેરે જેમાં ધરમપુર તાલુકાના ગામોના રહેવાસીઓ સાથે મળીને મોજ લેવાના છે.