આજે વાપી મનપાનું પ્રથમ બજેટ રજૂ કરાશે
- byDamanganga Times
- 25 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૪ ઃ વાપી મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૫- ૨૬ ના વિકાસ તેમજ પ્રજાલક્ષી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બજેટ વહીવટદાર દ્વારા આજે તા. ૨૫ ૨ ૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે મહાનગરપાલિકાના સભાખંડમાં રજૂ કરાશે અને ત્યારબાદ બજેટ અંગેની નગરજનોને સંપૂર્ણ જાણકારી મળે તે માટે વહીવટદાર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું છે.
પ્રા વિગત મુજબ વાપી નગર પાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ મ્યુનિસિપલ કમિશનર તેમજ વહીવટદારની નિમણૂંક થતાં વાપી નગરપાલિકાનો તેમજ ૧૧ ગામનો સમાવેશ બાદ મહાનગરપાલિકાના વિસ્તારને સંપૂર્ણ વિકાસ થાય તે હેતુથી આજે મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ વહીવટદાર નૈમેશ દવે અને મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં રજૂ કરાશે. જોકે આ બજેટ લગભગ ૬૫૦થી ૭૦૦ કરોડનું બજેટ હોવાનું અનુમાન છે. જોકે આ બજેટમાં વાપી અને તેની આજુબાજુના ૧૧ ગામોનો સમાવેશ થયો છે તે દરેક વિસ્તારમાં રસ્તા ગટર સાફ-સફાઈ આરોગ્ય તેમજ સ્ટ્રીટ લાઈટ અને અન્ય સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.