આજે ઘડોઇમાં મહાદેવજીની પ્રતિમાનું અનાવરણ
- byDamanganga Times
- 25 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડના ઘડોઈ ગામમાં આવેલ ગંગાજી ડેમ પર મૂકવામાં આવેલી મહાદેવજીને પ્રતિમાનું તા.૨૫મી ફેબ્રુઆરીના રોજ મહાશીવરાત્રીના અવસરે મહાદેવજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે.
વલસાડ નજીકના ઘડોઈ યુવા ગ્રુપ તથા ઍનડીપી ગ્રુપ ગુંદલાવ સથવારે આગામી તારીખ ૨૫મી ફેબ્રુઆરીના રોજ ઘડોઈ ડેમ પર મૂકવામાં આવેલી મહાદેવની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવી છે. જેની સાથે ઘડોઈ સ્થિત ગંગાજી નદી કિનારે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં પ્રસિદ્ધ સિંગર સપના ચાવડા અને ડિમ્પલ બારીયા તમેજ પાલણ ગામના મુકેશ પટેલના સથવારે રાતે ૧૦ કલાકે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. સાથે સાંજે ૭ કલાકે મહાદેવ પ્રતિમાના અનાવરણમાં ભવ્ય લાઈટ શૉ, લેઝર શૉ, ફાયર શૉ, અનેક વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળશે સાથે કથાકર મિતેષ જોશી દ્વારા ઍક દિવસીય શિવ ચરિત્ર સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ શુભ અવસરે વલસાડ તથા આજુબાજુના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.