Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

નાંધઈ ભૈરવીમાં મહાશિવરાત્રી લોકમેળા દરમ્યાન ખેરગામમાં ટ્રાફિક વ્યવસ્થા જરૂરી

નાંધઈ ભૈરવીમાં મહાશિવરાત્રી લોકમેળા દરમ્યાન ખેરગામમાં ટ્રાફિક વ્યવસ્થા જરૂરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા.૨૪ ઃ ખેરગામ તા.ના નાધઈ ભૈરવી ખાતે ગુેશ્વર મહાદેવ સંકુલમાં મહાશિવરાત્રી નિમિત્તે ત્રણ દિવસનો ભવ્ય લોકમેળો યોજાય છે. જેમાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો દર્શન, મેળામાં મોજ કરવા આવતા હોય છે તેની સીધી અવરજવર ગામના સાંકડા બજાર અને નવા રોડ ખાતે થતા ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. 

ખેરગામનું પોલીસ તંત્ર આંતરરજય વાહન વ્યવહાર વાડ ખાડીથી સ્થગિત કરી પણંજ આછવણી પાણી ખડકના બાયપાસ માર્ગે ખેરગામ અને નવા રોડ ખાતે ઔરંગા પુલ સુધીના ભારે ટ્રાફિકમાં ઘટાડો થતાં રાહત થશે.

પહેલા ટ્રાફિક ઓછું હોવાથી ઍસ.ટી.ની મેળાની બસ પણ મંદિરના મોટા દરવાજા સુધી જતી હવે તે ખેરગામ, ધરમપુર રસ્તે જ આવજાવ કરતી હોય મોટેભાગના લોકોઍ કિલોમીટરથી વધુ ચાલવું પડે છે. જેથી ગેરકાયદે હેરફેર પણ ઍસટીને ભારે હંફાવે છે. 

પોલીસ તંત્ર બાલમંદિર પ્રાથમિક શાળાવાળો રસ્તો કે જનતા મિલવાળો રસ્તો જે અત્યંત સાંકડો છે તેને ઍક બે દિવસ ઍક માર્ગી કરે તો બજારમાં થોડી રાહત થશે.