ડાંગનાં બીલમાળમાં આવતી કાલે શિવ મહાપુરાણનું સમાપન
- byDamanganga Times
- 25 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૨૪ ઃ ડાંગ જિલ્લાનાં સુપ્રસિદ્ધ અર્ધનારેશ્વર નાગેશ્વર મંદિર બિલમાળ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિતે તા. ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી સુધી સાધ્વી યશોદા દીદીના દિવ્ય વાણીમાં શિવ પુરાણ કથાનું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રસપાન કરી રહ્ના છે. દંડકારણ્ય વન તરીકે ઓળખાતું ડાંગ જિલ્લાના અર્ધ નારેશ્વર નાગેશ્વર મંદિર તુલસીગઢ ખાતે મહાશિવરાત્રી નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. અર્ધ નારેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા તા.૨૪થી ૨૬ ફેબ્રુઆરી સુધી મહાપ્રસાદ બાદ સવારે ૧૨થી ૩ વાગ્યા સુધી સાધ્વી યશોદા દીદીનાં દિવ્ય વાણીમાં શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. તંદુપરાંત સાંજે હરિપાઠ, અભગ, કીર્તન, ગોંઢળ સહીત કાર્યક્રમોની રમઝટ ચાલુ રહેશે.અહી ભાવિક ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.