ચણવઈમાં કેબલ વાયર વીજ તાર સાથે અડી જતા શેરડીના ખેતરમાં આગ
- byDamanganga Times
- 25 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ,તા.૨૪ઃ અતુલ નજીકના ચણવઈ ગામે દેસાઈ વાડીમાં આવેલ વીજ થાંભલા પરથી લઈ જવામાં આવેલા કેબલ વાયર ખેંચતી વખતે વીજ તારાને કેબલ વાયર જોઈન્ટ થઇ જતા પડેલા તણખાના કારણે ખેડૂતના તૈયાર થયેલો શેરડીના ખેતરમાં આગ લાગતા શેરડીનો પાક બળી જતા ખેડૂતને ભારે નુકસાન થયું હતું.
અતુલ નજીક આવેલા ચણવઈ ગામના દેસાઈવાડમાંથી વીજ લાઈન પસાર થાય છે. આ વીજ લાઈનના થાંભલા પરથી ઍક કેબલ વાયર ખેચવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન કેબલ વાયર અને વીજ લાઈનના વાયર સાથે જોઈન્ટ થઈ ગયો હતો તે દરમિયાન આ બંને વાયરમાંથી શોર્ટ સર્કિટ થી તણખા નીચે પડતા ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી. પવનના કારણે આગ વધુ તેજ બનતા ખેડૂતને ત્રણ ઍકરથી વધુ જમીનમાં ઉગાડેલી શેરડીનો તૈયાર પાક બળી જતા ખેડૂતને ભારે નુકસાન થયું હતું. ખેડૂતના ખેતરમાં શેરડીના પાકને નુકસાન થવા બાબતે ખાનગી કેબલ વાયર નાખનાર માલિક પાસેથી ખેડૂતે વળતરની માંગણી કરી છે.