ખારીવાડમાં રસ્તાના કામથી વાહન ચાલકો પરેશાન
- byDamanganga Times
- 25 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૪ઃ સુરુચી ખારીવાડ રોડ બસ સ્ટેન્ડથી ઍક તરફ હોવાથી નાના અકસ્માતો થઈ રહ્ના છે. નાની દમણ બસ સ્ટેન્ડથી ખારીવાડ તરફના રસ્તા પર ગટર લાઇનનું કામ ચાલી રહ્નાં છે. આ રસ્તો ખોદવામાં આવ્યો હતો જેના કારણે આ રસ્તો બંધ છે. ટ્રાફિક સુગમ રહે તે માટે, નજીકનો રસ્તો આવનારા અને જતા ટ્રાફિક માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. સુરુચીથી વર ચોકી સુધીના રસ્તા પર બંને બાજુ વાહનો દોડી રહ્ના છે. ઘણી જગ્યાઍ સામેથી આવતા વાહનો દેખાતા નથી, જેના કારણે અકસ્માતો થઈ રહ્ના છે. સોમવારે પણ આ જ રસ્તા પર બે કાર અથડાઈ હતી અને કાર ચાલકો ઘાયલ થયા હતા. નજીકમાં રહેતા લોકોઍ માંગ કરી છે કે અહીં સાઇનબોર્ડ લગાવવા જોઈઍ અને પોલીસ પણ તૈનાત કરવી જોઈઍ. સામેનું વાહન ન દેખાતું હોવાથી અકસ્માતો થઈ રહ્ના છે.