Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

કુંડી હાઇવે પર ઓવરટેક બાબતે ચપ્પુ હુલાવાયું

કુંડી હાઇવે પર ઓવરટેક બાબતે ચપ્પુ હુલાવાયું

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ,તા. ૨૪ઃ વલસાડના કુંડી  હાઇવે પર ગઈકાલે રાત્રે રિક્ષાને બાઇક ચાલાકે ઓવરટેક કરવાના મામલે બાઈક ચાલક અને રીક્ષા ચાલક વચ્ચે ઝઘડો થયા બાદ ઉસ્કેરાયેલા રીક્ષા ચાલકે બાઈક ચાલક પર ચપ્પુ મારી હુમલો કરતા લોહી લુહાણ થતા તેને ૧૦૮ મારફતે  ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. ચપ્પુ મારવાની ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પોલીસવડા સહિત પોલીસનો કાફલો  ઘટના સ્થળે દોડી ગયો હતો.  રીક્ષા ચાલક અને તેના બે સાથી મિત્રો ભાગી છૂટતા   ત્રણેય વિરુદ્ધ  ડુંગરી  પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે.

વલસાડ તાલુકાના રોલા ગામના ભીમ ફળિયામાં ભાર્ગવભાઈ પટેલ  રહે છે. ભાર્ગવ પટેલ આનંદ ઍસોસિયેટ કન્સ્ટ્રક્શનમાં ઇજનેર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે સાંજે ૬ઃ૧૫ કલાકે ભાર્ગવભાઈ પટેલ પોતાની બાઈક નંબર જીજે ૧૫/ આર.આર./૬૭૦૩ ને લઈ પોતાના ઘરે જઈ રહ્ના હતો. તે દરમિયાન વલસાડના   કુંડી ગામે આવેલા હાઈવે ઓવરબ્રીજ પાસે ઍક રીક્ષા નંબર જીજે ૦૫/સી.વી./૫૪૦૮ ને ઓવરટેક કરતા  રીક્ષા ચાલક અને તેમાં બેઠેલા બે ઈસમોઍ બાઈક ચાલક ભાર્ગવ પટેલ પર ચપ્પુ જેવા હથિયાર સાથે  પેટના ભાગે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયેલા ભાર્ગવને તત્કાલીક  ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ડુંગરી સરકારી હોસ્પિટલ બાદમાં વલસાડની સિવિલ હોસ્પિટલ અને વધુ સરવાળો અર્થે વલસાડની  અમિત હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા, ડીવાયઍસપી ઍકે વર્મા, ડુંગરી પોલીસ મથકના પી.આઈ ઉર્મિ પટેલ, પીઍસઆઇ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ચપ્પુથી જીવલેણ હુમલો કર્યા બાદ રીક્ષા ચાલક  રીક્ષા લઇ ફરાર થઈ ગયો હતો. ત્રણે આરોપી વિરુદ્ધ ડુંગરી પોલીસ પથકમાં ફરિયાદ નોંધી  આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.