Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

બલીઠામાં અોનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે ઝડપાયાઃ ઍક ફરાર

બલીઠામાં અોનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે ઝડપાયાઃ ઍક ફરાર

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વાપી,તા.૨૪ઃ વાપીના બલીઠામાં ભંગારના ગોડાઉન માંથી ચેમ્પિયન ટ્રોફીની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટાબેટિંગનો જુગાર રમાડતી ટોળકીને ઍલસીબી પોલીસે  બે આરોપીને ઝડપી પાડી ઍકને વોન્ટેડ જાહેર કરાયો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલમાં ચાલતી ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર તેમજ અન્ય મેચમાં ઓનલાઈન સટ્ટાબેટિંગનો જુગાર રમી રમારનાર વાપી પંથકમાં ચાલી રહ્ના હોવાનું ઍલસીબી પોલીસને બાતમી મળી હતી. જેને આધારે ગઈકાલે વાપીના બલીઠા સ્મશાન ભૂમિ પાસે આવેલ યુનિક ઍન્ટરપ્રાઇઝ નામના ભંગારના ગોડાઉન નજીક રોડ ઉપર ઓનલાઇન સટ્ટો રમતો હોય જેને લઇ ઍલસીબી પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતા નઈમુદ્દિન ઉર્ફે નદીમ સગીરહેમત રહેમત ઉલ્લા ખાન ઉંમર વર્ષ ૩૦ રહે સરવૈયા નગર ગીતા નગર નજીક ઍમઍમ પાર્ક સોસાયટી ઍવી ફલેટ નંબર ૩૦૩ વાપી તેમજ સાજીદ ઉર્ફે ભૈયા નસીબ મુજીબુલ્લા ઉંમર વર્ષ ૩૩ રહે સરવૈયા નગર ગીતા નગર ઍમઍમ પાર્ક વિંગ ઍ ફલેટ નંબર ૧૦૪ વાપી મૂળ રહે ઉત્તર પ્રદેશ નાની પાસેથી ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૧૫ ૦૦૦ તથા રોકડા ૬૦૦૦ તેમજ મોબાઇલ ફોનમાંથી મળી આવેલી સ્ક્રીનશોટ ના કાગળ નંગ ૧૧ મળી કુલે ૨૧ હજારનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા તમામ આરોપીઓને વાપી ટાઉન પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. 

પોલીસની પૂછપરછ દરમિયાન ઝડપાયેલા બંને આરોપીઓઍ લિબર્ટી ૨૪૭ નામની વેબસાઈટ દ્વારા ચેમ્પિયન ટ્રોફીમાં ક્રિકેટ ઉપર ઓનલાઈન સટ્ટાબેટિંગ રમાડતા હોવાનું જણાવ્યું સાથે તેઓને આ આઇડી રિયાઝ યુનુસ શેખ રહે વાપી મુસા માર્કેટ મદીના મસ્જિદની બાજુમાં દ્વારા અપાય હોવાથી તેને વોન્ટેડ જાહેર કર્યો છે.