તલાવચોરા અને સાદડવેલ ગામે બે યુવાનોઍ ગળે ફાંસો ખાધો
- byDamanganga Times
- 25 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીખલીતા.૨૪ઃ ચીખલી તાલુકાના તલાવચોરા ગામના ઍક યુવાને અને સાદડવેલ ગામમાં ઍક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના ચીખલી પોલીસ દફતરે નોંધાવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના તલાવચોરા ગામના શામળા ફળિયા ખાતે રહેતા ભીખુભાઈ છગનભાઈ આહીર ઉ.વ. ૪૭ જે સાંજે ૭ઃ૩૦ વાગ્યા પહેલા હર કોઈ વખતે તેજલાવ ગામના દેસાઈ ફળિયા ખાતે આવેલ પોતાની ચીકુવાડીમાં કોઈ અગમ્ય કારણોસર ચીકુના ઝાડની ડાળી સાથે નાયલોનના દોરડાથી ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.
જ્યારે બીજા ઍક બનાવમાં સાદડવેલ સોનારીયા મોર ફળિયા ખાતે રહેતા ભદ્રેશ સુરેશભાઈ પટેલ ઉ.વ. ૨૮ જે પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતો હોય સોમવારના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યા પહેલા હર કોઈ વખતે સુમનભાઈ અંબાલાલ પટેલની આંબાવાડીમાં આંબાના ઝાડ ઉપર કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે નાયલોનની દોરડી વડે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધવા પામ્યો છે બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.