Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ગુંદલાવ ચોકડી પર ટેમ્પો પલ્ટી મારતા રોડ પર પટકાયેલા યુવાનનું અન્ય વાહન અડફેટે મોત

ગુંદલાવ ચોકડી પર ટેમ્પો પલ્ટી મારતા રોડ પર પટકાયેલા યુવાનનું અન્ય વાહન અડફેટે મોત

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૪ઃ લગ્ન મંડપનો સામાન ભરી ટેમ્પો લઈ જતી વખતે ગઈકાલે રાત્રે   વલસાડના ગુંદલાવ  હાઇવે ચોકડી નજીક ટેમ્પો પલ્ટી મારતા ટેમ્પામાંથી નીચે પટકાયેલો ૨૦ વર્ષીય યુવાનનું અન્ય વાહન અડફેટે આવતા યુવાનને માથા તથા શરીરમાં ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઍક યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ તાલુકાના કુંડી ગામના  દેસાઈ ફળિયામાં પૂર્વાંગ ચેતનભાઈ રાઠોડ ઉં.વ. ૨૦ રહે છે. પૂર્વાંગ રાઠોડ  રવિવારે સાંજે ૪ વાગ્યે તેના કુટુંબી ભાઈ અનીશ સંતોષભાઈ રાઠોડ સાથે ધરમપુર ચોકડી નજીક લગ્ન પ્રસંગે બાંધેલ મંડપ ખોલી ટેમ્પામાં સામાન ભરી વલસાડના સરોણ ગામે ગઈકાલે સાંજે ૭ઃ૩૦ કલાકે લઈ જઈ રહ્ના હતા. તે દરમિયાન વલસાડના ગુંદલાલ ચોકડી હાઇવે પર આવેલી ફલાહ હોટલ પાસે  અચાનક ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી મારતા તેમાં સવાર પૂર્વાંગ ચેતનભાઈ રાઠોડ અને તેનો કુટુંબી ભાઈ અનીશ સંતોષભાઈ રાઠોડ અને અન્ય ઍક યુવક હાઇવે પર પટકાયા હતા. તે દરમિયાન  પૂર્વાંગ ચેતનભાઈ રાઠોડ સામેથી આવતા કોઈક અજાણ્યા વાહન ચાલક ની અડફેટે આવી જતાં માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા થતાં પૂર્વાંગનું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેના કુટુંબી ભાઈ અનીશ  રાઠોડને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે  ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવો અંગે   વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.