Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

અંભેટીમાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયા

અંભેટીમાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયા

(દમણગંગા ટાઇમ્સ)

વલસાડ,તા.૨૪ઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘કૃષિ પ્રગતિ’ કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ ઍપ્લિકેશનનું ઇ-લોકાર્પણ તથા તુવેર ખરીદીના શુભારંભ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ કાર્યક્રમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે લોકસભાના દંડક અને વલસાડ- ડાંગના સંસદ સભ્ય ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. 

આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ખેડૂતોનું જીવન ધોરણમાં સુધારો આવે તે માટે સતત કાર્ય કરતા હતા. કઈ જમીનમાં ક્યાં પ્રકારની ખેતી કરી શકાય તે માટે સોઈલ હેલ્થ કાર્ડ અને અનેક ટેકનોલોજી તેમજ સાધનો ખેડૂતો સુધી પહોંચતા કર્યા હતા. ભારતનું હૃદય ગામડા છે. આ દેશને ખેડૂતો ચલાવી રહ્ના છે. ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને તે માટે નરેન્દ્રભાઈ હર હંમેશ પ્રયત્નશીલ રહ્ના છે. જન ધન બેન્ક ઍકાઉન્ટ ખોલાવવાથી ઍક ઍક રૂપિયાની સહાય સીધી લાભાર્થીને તેના બેન્ક ખાતામાં મળે છે. ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે ટેકાના ભાવ પણ વધાર્યા છે. 

વલસાડ જિલ્લાના ખેડૂતો પર દ્રષ્ટિપાટ કરતા સંસદે વધુમાં જણાવ્યું કે, આજે વલસાડ જિલ્લાના ઍક લાખ બત્રીસ હજાર ખેડૂતોને કિસાન સન્માન નિધિનો ૧૯મો હો જમા થયો છે. જિલ્લામાં ૬૫ હજાર હેકટર જમીન વિસ્તારમાં વાવેતર થઇ રહ્નાં છે જે ખુશીની વાત છે. ખેડૂતો માટે સિંચાઈનું પાણી સૌથી વધુ મહત્વ છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંકટ સામે જળ સંચયનો સંકલ્પ લીધો છે. જે ગામોમાં ૨૦૦ - ૩૦૦ ફૂટે પણ બોરમાંથી પાણી નથી મળતું તેવા ગામોમાં ૯૦ ટકા સરકારી સહાયથી બોર કરી શકાય તે માટે સરકાર કામ કરી રહી છે. ઓછા વ્યાજ દરે ખેડૂતોને લૉન મળે તે માટે વડાપ્રધાન કટિબદ્ધ છે. પહેલાના સમયમાં સાહમાં બે ત્રણ કલાક વીજળી મળતી હતી પરંતુ હવે ૨૪ કલાક વીજળી મળે છે. ડ્રોન દીદી, લખપતિ દીદી દ્વારા મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ખેડૂતોનું જીવન સુખમય સમૃદ્ધ બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે. 

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌઍ નિહાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બિહારના ભાગલપુર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ સૌઍ નિહાળ્યું હતું. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ખેતીવાડી શાખાની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું.