Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

શિવના ગુણો જીવનમાં લાવી શિવત્વપામી શકાય છે તે સમજાવતું મહાશિવરાત્રિ પર્વ!

શિવના ગુણો જીવનમાં લાવી શિવત્વપામી શકાય છે તે સમજાવતું મહાશિવરાત્રિ પર્વ!

મહાશિવરાત્રિ ઍટલે જીવન વિકાસ કરીને મનુષ્યને શિવ બનવાની પ્રેરણા આપતું પવિત્ર પર્વ. ‘‘શંકરોતિઈતિ શંકર’’. જે કલ્યાણ કરે છે તે શંકર. માનવી જીવનનું કલ્યાણ શામાં છે? જવાબ ઍક જ છે- ‘પ્રા માનવ જીવનને સદ્ગુણો અને સાત્વિકતાથી શણગારીને, પ્રભુને ગમતાં, સત્કાર્યોથી સુવાસિત કરીને તેનામાં ભળી જવું’ તેમાં જ જીવનની સાર્થકતા છે. દેવોના વિવિધ સ્વરૂપો પાછળ રહેલો બોધ અને સંકેત સમજીને તેમજ તેમનાં ગુણોનું ચિંતન અને મનન કરીને તેમાંથી સાર ગ્રહણ કરવા માટે જ નામ-જપ અને મૂર્તિપૂજા છે. કમનસીબે, સંસ્કૃતિના આ બન્ને અંગોનો મર્મ અને મહિમા આપણે વર્ષોથી ભૂલી ગયાં છીઍ. નામ-જપ શા માટે ઍ પ્રશ્નનો જવાબ યોગદર્શનકાર આપતાં કહે છે– ‘તજ્જપસ્તદર્થભાવનમ’. પ્રભુનાં નામનો જપ કરવા બેસીઍ ત્યારે ભગવાનના ગુણોનું ચિંતન કરવાનું હોય. શિવજીના સ્વરૂપમાં અગાધ બોધનો ભંડાર ભરેલો છે. શિવ રામ કે કૃષ્ણના નામ જપ કરતાં કરતાં તેમનાં ગુણો મનમાં વાગોળવા જાઈઍ. જે આપણે પેઢીઓથી ભૂલી ગયાં છીઍ!! શાસ્ત્રકારોઍ કહ્નાં, શિવોભૂત્વાશિવંયજેત, કૃષ્ણોભૂત્વાકૃષ્ણમયજેત. શિવરૂપ બનવાના રસ્તે ચાલવા માટે શિવજીનું નામ-સ્મરણ કરવાનું. ઠાલો, પોપટ પાઠ કરવાથી જીવન પરિવર્તન થતું નથી. શિવજી જ્ઞાનના દેવતા છે. જ્ઞાન ઍટલે પ્રકાશ, સમજણ, પરિપક્વતા, નીરક્ષીર વિવેકવાળું જીવન ઘડવું. પ્રભુની નજીક સરકતા જવું તે પુણ્ય અને પ્રભુથી આઘા થવાય તેવું જીવન જીવવું, ઍ પાપ છે. જીવનમાં સાચા જ્ઞાનના અભાવે આપણે જીવનમાં ખાસ કરીને અધ્યાત્મમાં વહેમ, ભીતિ, પ્રલોભન, અંધશ્રદ્ધા, પલાયનવૃત્તિના શરણે ગયા છીઍ. જ્યારથી ગીતા, ઉપનિષદ અને વૈદિક વિચારોનું શ્રવણ, મનન વગેરે ચાલ્યા ગયા ત્યારથી આ બધા અનર્થ ઊભા થયા છે. આની લંબાણપૂર્વક ચર્ચા અહીં મુશ્કેલ છે. ક્યા કમનસીબ કાળે, ઍવી મૂર્ખાઈભરી બાલિશતા આપણા લોકોમાં ઘૂસી ગઈ છે કે જેથી શિવ અને વિષ્ણુ વચ્ચે આપણે ત્યાં ભેદ ઊભા થયા. મહાપુરુષ કહે છે, શિવ અને વિષ્ણુ ઍક જ ભગવાનના બે રૂપ છે. પછી ભેદ શા માટે? રામ ચરિત માનસમાં ભગવાન સ્પષ્ટ ભાષામાં કહે છે, ‘શંકર પ્રિય મમ દ્રોહી, શિવ દ્રોહી મમ દાસ, તે નર હીકલ્પભરી ઘોર નરકમાં જાય.’

શિવજીની પવિત્ર જટામાંથી ખળખળ કરતી ગંગા વહે છે, જેણે સમગ્ર ભારત ભૂમિને પોતાના જલથી ભીંજવી પવિત્ર કરી છે. આ ગંગાના નીર શિતલ, પવિત્ર અને પુષ્ટિદાયક છે. આજના કાળમાં પણ ઍક મહાપુરુષના પવિત્ર મસ્તકમાંથી પ્રગટેલી વિચાર ગંગાઍ સમગ્ર ભારતને....  ના.. સમગ્ર વિશ્વને ઈશ સ્પર્શી વિચાર ગંગાથી પવિત્ર બનાવ્યું છે. સમગ્ર વિશ્વની માનવ સૃષ્ટિને પારિવારિક સંબંધથી જાડી દીધી છે. પુણ્ય ગંગા ભાગીરથીનો જળ પ્રવાહ યાદ આવતાં જ આપણા શરીરમાં અવિરત વહેતો કરુણાસાગર પ્રભુનો પ્રેમ પ્રવાહ યાદ આવે, અને જીવનમાં કૃતજ્ઞભાવ ઉભરાવા લાગે. કર્મયોગી ગંગાની જેમ જીવન પ્રભુ માટે ઘસી નાખવાનું મન થાય. સેંકડો રાજર્ષિઓઍ મસ્તક ઉપરના સોનાના મુગટ ફગાવી દઈ આ પવિત્ર ગંગાને તીરે બેસીને સંસ્કૃતિના કાર્ય માટે તપડ્ઢર્યા કરવા ઝૂંપડી બાંધીને રહીને જીવન દેવમય બનાવ્યું છે, માટે તો ગંગા પવિત્ર છે. બીજી વાત શિવજીઍ બીજના ચંદ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો છે. ખૂબ રળીને, કમાઈને, પ્રા કરેલું સર્વસ્વ આપી દેવા તૈયાર થયો છે, તે બીજનો ચંદ્રમા છે. પોતાનુંં સર્વસ્વ સંસ્કૃતિ માટે, માનવ કલ્યાણ માટે વાપરી નાખનારને સંસ્કૃતિઍ માથા ઉપર ચઢાવ્યા છે. જનક, અર્જુન, દધિચિ વગેરે વગેરે યાદ આવે. ગીતાકાર ભારપૂર્વક સમજાવે છે કે, તારી પાસે આવેલા વિત્તમાં પ્રભુનો પણ ભાગ છે. તેથી તારું ધન ઍવાં માર્ગે વાપર કે જેનાથી સમાજમાં સાત્ત્વિકતા, કૃતજ્ઞતા, નૈતિકતા, સંસ્કારિતા જેવા જીવન મૂલ્યો સમાજમાં સ્થિર થાય. પ્રભુ માટે કૃતજ્ઞતા અને ભાવ વધે, સંસ્કૃતિ માટે અને વૈદિક વિચારો માટે પ્રેમ વધે. આજ ધનનો સાચો ઉપયોગ છે. મહાપુરુષ શિવ સ્વરૂપ હોય છે. પોતાના સાન્નિધ્યમાં આવીને પ્રભુ કાર્ય કરતા રહેલા કાર્યકરના નાનામાં નાના ગુણની પ્રસંશા કરીને તેને પ્રોત્સાહન આપે છે અને ઉત્સાહ વધારે છે. પણ તેનામાં રહેલા દોષો, ક્ષતિઓ, નબળાઈઓ વગેરે માવતરની મમતાથી ગળી જાય છે, આંખ મીંચામણાં કરે છે. શિવજી નીલકંઠ કહેવાયા છે, કારણ સમુદ્ર મંથનમાં નીકળેલું વિષ શિવજી પી ગયા અને ગળામાં અટકાવી દીધું. ન મોંઢામાં સાચવ્યું ન પેટમાં ઉતાર્યું! મહાપુરુષ માટે કઈ ઉપમા આપવી? તે સમજાય નહિં તેવો વિષય છે. લાખો લોકોને સત્કાર્યમાં દોડતા કરવા તેના નાના ગુણોને પ્રકાશિત કરે છે, ગમે તેવા મોટા દોષને માટે આંખ આડા કાન કરે છે. આજે માનવી જીવન સમસ્યાઓથી ભરેલું બન્યું છે. ઍકબીજાના દોષ ગળી જવાના બદલે, છાપરે ચઢીને ગાજીઍ છીઍ. પિતા-પુત્ર, પતિ-પત્ની વચ્ચે કેવી કટુતા, ન દેખાય તેવી વિષમતા દેખાય છે. આપણે તે જાતાં નથી? ઍકબીજાના દોષો ગળી જવાનું શિક્ષણ બાળપણથી જ કુટુંબમાં મળવું જાઈઍ. કોઈને થશે કે પતિ-પત્ની, સાસુ-વહુમાં જ દોષ દર્શન ચાલતું હોય ત્યારે કુટુંબમાં ક્ષમા, સહિષ્ણુતા, ખેલદિલી કેવી રીતે ઘરનાં સંતાનોને શીખવી શકાય? અન્ય વ્યક્તિનું દોષ દર્શન ક્યારેય ફળદાયી હોતું નથી. જા કે કેટલાંક લોકો આમાં અપવાદરૂપ જરૂર હશે. પણ તે સિવાય અન્યની ટીકા, કૂથલી કે નિંદારસમાં લોકો કેવાં તલ્લીન થઈ જાય છે? જાણે શેરડીના મીઠાં રસના ઘૂંટડા ભરતા હોય તેવો આનંદ નિંદારસમાં માણસો માણતા હોય છે. શિવરાત્રિના દિવસે આવી વૃત્તિ ઉપર વિજય મેળવવાનો નિશ્વય ન કરાય? કોઈકે સાચું જ કહ્નાં છે કે ‘દોષો ન જૂઓ. બીજા માટે દોરો-ધાગો બનો. સોય ન બનો’. સોય કપડામાં છિદ્ર પાડી જાય છે. જ્યારે દોરો પોતાના શરીરનો અંશ આપી દઈ છિદ્રને સાંધી દે છે. જીવનના ષટરિપુ સમા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જેવા વિકારોને ‘‘ચાલ્યા જાઓ’’ કહેવાથી જશે નહિ, તેને તો સારા કામ માટે વાપરીઍ. શિવજીના ગળાની સર્પમાળા આજ વાત શીખવે છે. સર્પને નિર્વિષ કરીને તેમને ગળામાં રાખ્યા છે, તો સર્પ પણ આભૂષણ બની શકે છે. માણસે કામના રાખવી તો પ્રભુ કાર્યની રાખવી જાઈઍ. ‘ઍક બાર કહો તુલસીદાસ મેરા’ આ પણ કામના જ હતી ને? મરાઠીમાં સુંદર રીતે તે કહેવાયું છે– ‘કામ અસાવા ઈશ્વર ભજની, ક્રોધ અસાવા ઈન્દ્રિયદમની, હરિપ્રસાદ તીર્થ ગ્રહણી લોભ અપાર અસાવા’. શિવરાત્રિના પવિત્ર દિવસે થોડું આત્મચિંતન ન કરીઍ? પછી જરૂર શક્કરિયાં ખાઈઍ કે ઠંડાઈની લિજ્જત પણ માણીઍ! 

શિવ મંદિરમાં પ્રવેશતાં જ શિવ દર્શન પહેલાં નંદી અને કાચબાને નમસ્કાર કરીને જ આગળ વધાય. ગમે તેવી સામાન્ય વ્યક્તિ હશે પણ તે, જા પ્રભુની તરફ નજર રાખશે તો તેનું જીવન પણ પવિત્ર બની જશે. ખેતીમાં ઉપયોગી બળદ શિવજીના દરબારમાં નંદી બની જાય. કુંભારને ત્યાંનું તળિયે છિદ્રવાળું માટલું કોઈના કામમાં આવે તેમ ન હતું, પણ પ્રભુના કામમાં આવવા તત્પર થયું તો તે જલધારા માટે તેને પ્રભુ સ્વીકારી લે છે અને પોતીકું બનાવી દૈવીકાર્યમાં જાડી દે છે. શિવજીના મંદિરનો કાચબો પણ સંયમનું સંગીત સંભળાવી શકે છે. સંયમહીન જીવનથી શક્તિઅો ક્ષીણ થઈ વિનાશ જ થાય છે. આજે ક્યાંય સંયમની વૃત્તિ દેખાતી નથી. માણસની વાણીમાં, વિચારમાં, જીવન પદ્ધતિમાં સંયમ ક્યાં છે? ધન કમાવામાં, સાંસારિક સુખો પાછળ દોડવામાં કે અપરિમિત જીવન જીવવામાં માનવ સમાજે બધી જ મર્યાદાઓ તોડી નાખી છે!! કુટુંબ જીવન છિન્નભિન્ન થયેલું દેખાય છે. સ્વૈરાચારે માઝા મૂકી છે. યોગ્ય ઉમરે જીવનનો રાહ ન બદલવામાં પણ સંયમહીનતા દેખાય છે. આજે તો ગૃહસ્થાશ્રમ બગડ્યો છે તો વાનપ્રસ્થાશ્રમતો સાવ ખલાસ થયો છે. ભગવાન વ્યાસજી કહે છે ‘પુત્રસ્ય પરિ સંસાર ભારત્યક્ત્વાઈશ્વરાધાનકરોતિ’ તે જ સાચો વાનપ્રસ્થી છે જે પુત્રને ખભે સંસારની જવાબદારી સોંપીને, પોતે ઈશ્વરની આરાધના કરવા લાગે ઍટલે કે માનવતાના સંસ્કૃતિના, દૈવી વિચારો પોતાના જ્ઞાન અને અનુભવ સાથે તે સમાજના લોકોમાં લઈ જવા માટે જે વૃદ્ધ નીકળે છે તે જ સાચો વાનપ્રસ્થી છે. બધા જ ક્ષેત્રોમાં આમ સંયમહીનતા વરતાય છે. શિવરાત્રિના પવિત્ર દિવસે જરૂર શિવરૂપ બનવા ચિંતન કરીઍ!!!