Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

પારડીમાં લેખક રામ મોરીનો સંવાદ અને બકુલા ઘાસવાલાનું સન્માન

પારડીમાં  લેખક રામ મોરીનો સંવાદ અને બકુલા ઘાસવાલાનું સન્માન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૪ઃ પારડી હોસ્પિટલમાં ડૉ. મુસ્તાક કુરેશીના યજમાનપદે વલસાડ જિલ્લાનો ઍક આગવો સાહિત્ય ઉત્સવ યોજાયો હતો. જ્યાં જાણીતા ગુજરાતી લેખક રામ મોરીઍ તેમની તાજેતરમાં પ્રકાશિત થયેલી નવલકથા ‘સત્યભામા’ વિશે સંવાદ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના સાહિત્યજગત, તબીબી જગત, સામાજિક ક્ષેત્ર, શિક્ષણ જગત તેમજ કળા જગતની નામી હસ્તીઓઍ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં રામ મોરીઍ વાર્તા લેખક તેમજ પટકથા લેખક તરીકેની તેમની યાત્રાના વિવિધ પડાવો વિશે વિગતે વાત કરી હતી. તો તેમની તાજેતરમાં પ્રકાશિત થયેલી નવલકથા ‘સત્યભામા’નો આવો વિષય કયા કારણોસર પસંદ કર્યો તેમજ આ નવલકથા લખવાની તેમની અનુભૂતિ કેવી રહી ઍ વિશે રસપ્રદ વાતો શેર કરી હતી. 

આ સંવાદમાં લેખક અંકિત દેસાઈ તેમની સાથે રહ્ના હતા અને તેમને વિવિધ પ્રશ્નો કરીને ‘સત્યભામા’ વિશેની અંતરંત વાતો મોડરેટર તરીકે કઢાવી હતી.

આ કાર્યક્રમમાં ડૉ. મુસ્તાક કુરેશી દ્વારા વલસાડ જિલ્લાના તમામ લોકો વતી રામ મોરીને ઍક પ્રશંસાપત્ર ઍનાયત કરવામાં આવ્યું હતું. તો વલસાડ જિલ્લાના આભૂષણ સમા લેખક અને કર્મશીલ બકુલા ઘાસવાલાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બકુલા ઘાસવાલાને નૃત્યાંગના મૃણાલિની સારાભાઈની જીવનકથા ‘અંતર્નાદ’ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ઍનાયત થયો હતો. જે સિદ્ધિને વલસાડના સુજ્ઞજનોઍ ઊભા થઈને વધાવી લીધી હતી અને ડૉ. કુરેશા કુરેશીના હાથે બકુલા ઘાસવાલાને સન્માનપત્ર ઍનાયત કરવામાં આવ્યું હતું.

જોગાનુજોગ ઍ થયો હતો કે પારડી હોસ્પિટલ ખાતેના ઍ કાર્યક્રમમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર જીતનારા બે લેખકો ઉપસ્થિત હતા. જ્યાં રામ મોરીને પણ તેમના વાર્તાસંગ્રહ ‘મહોતુ’ માટે આ પુરસ્કાર મળ્યો હતો. બંને લેખકોઍ પારડી હોસ્પિટલ અને ડૉ. કુરેશીનો અત્યંત આભાર વ્યક્ત કર્યો હતો. જ્યાં બકુલા ઘાસવાલાઍ કહ્નાં હતું કે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર સ્વીકારવા તેમનાથી દિલ્હી જવાયું નહોતું, પરંતુ વલસાડ જિલ્લાના લોકો દ્રારા થયેલા આ સન્માનથી દિલ્હી ન પહોંચાયાનું સાટું વળી ગયું છે. તો રામ મોરીઍ દક્ષિણ ગુજરાતના લીલા પ્રદેશનાં અને લોકોની સહતાનાં પેટ ભરીને વખાણ કર્યા હતા. તેમણે સાથે આહ્વાન પણ કર્યું હતું કે જેમ સૌરાષ્ટ્રની રસધાર આવી હતી ઍમ જ દક્ષિણ ગુજરાતની લોકકથાનો પણ સંગ્રહ થાય ઍ જરૂરી છે. વલસાડના લેખકોઍ ઍ જવાબદારી માથે ઊઠાવવી જોઈઍ.