વાપીના બે યુવાનો ૧૫૦૦ મીટર દોડી અયોધ્યા પહોîચ્યા
- byDamanganga Times
- 24 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૩ ઃ રોટરી વાપી રિવરસાઇડના પ્રાયોજનથી વાપીના બે સાહસિક યુવાનોઍ ગત તા.૨૨મી જાન્યુઆરીના રોજ અંબામાતા મંદિરના પ્રાંગણથી રામાથોન દોડ (વાપીથી અયોધ્યા ૧૫૦૦ કિ.મી.)નો શુભારંભ કર્યો હતો. જે તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ ખાતે રામ મંદિર પ્રાંગણમાં સફળતા પૂર્વક સંપન્ન થઈ હતી. ઉજ્જવલ ડ્રોલીયા, સંજય શુક્લા આ બન્ને યુવાનોઍ રોટરી વાપી રિવરસાઇડના પરમનેન્ટ પ્રોજેક્ટ કેર ફોર ગર્લ ચાઇલ્ડ ઍજ્યુકેશનના સમર્થન અને પ્રસાર અર્થે વાપીથી અયોધ્યાની દોડ લગાવવાનું બીડું ઝડપ્યું હતુ. તેમની આ મહત્વાકાંક્ષી દોડને રામાથોન નામ આપવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતના વાપીથી શરૂ થયેલ રામાથોન ઉત્તર ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન થઈ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ ખાતે વિના વિઘ્ન સંપન્ન થઈ હતી. આ સાહસ યાત્રામાં બન્ને દોડવીરોને ચીખલી, ભરૂચ, સુરત, વડોદરા, દાહોદ, ઝાબુઆ જેવા શહેરોની રોટરી કલબોઍ ખુબ કાળજીપૂર્વક સારસંભાળ લઈ બન્ને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
રોટરી ડીસ્ટ્રીક્ટ ૩૦૬૦ના ગવર્નર તુષાર શાહ ઉપરાંત રામાથોનના માર્ગમાં આવતી વિવિધ રોટરી ડીસ્ટ્રીક્ટ જેવી કે ડીસ્ટ્રીક્ટ૩૦૪૦,૩૧૧૦, અને ૩૧૨૦ની રોટરી સંસ્થાઓઍ બન્ને સાહસિક યુવાનોની સરાહનીય સારસંભાળ લીધી હતી અને રામાથોન નિર્વિઘ્ન રીતે પાર પડે તેની ઉચિત તકેદારી રાખી હતી. રામાથોન દોડની સમગ્ર સફર દરમિયાન બન્ને દોડવીરોની શારીરિક સુસજ્જતા અને સ્વાસ્થ્ય સંભાળ વાપીના યુવા ફીઝીયોથેરાપિસ્ટ ડૉ. ઈવા ભાનુશાલીઍ પ્રશંસનીય રીતે સંભાળી હતી.