Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ચીખલી-દેગામ હાઈવેથી કતલખાને લઈ જવાતા ૧૫ પશુઅો ભરેલ ટ્રક ઝડપાઈ

ચીખલી-દેગામ હાઈવેથી કતલખાને લઈ જવાતા ૧૫ પશુઅો ભરેલ ટ્રક ઝડપાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૨૪ ઃ ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર આવેલ દેગામની હદમાં ઍક હોટલની સાઈડમાં ઍક ટ્રકમાં ખીચો ખીચ મૂંગા પશુઓને ભરી કતલખાને લઈ જતાં ચીખલી પોલીસે કુલ ૧૫ જેટલા મૂંગા પશુઓને બચાવી લીધા છે. જ્યારે ટ્રકના ક્લીનરને  પકડી પાડ્યો હતો. ચાલક ભાગી જવામાં સફળ રહેતાં તેને વોન્ટેડ જાહેર કરી ૧૫ જેટલા મૂંગા પશુ જેની કિંમત રૂ. ૭૮,૦૦૦ તથા પાંચ લાખની ટ્રક કબજે કરવામાં આવી છે.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી ને.હા. નંબર ૪૮ ઉપર આવેલ મુંબઈથી અમદાવાદ જતાં ટ્રેક ઉપર દેગામ ગામની હદમાં ઍક હોટલની સાઈડમાં ઍક ટ્રક નં. જીજે ૨૪ ઍક્સ ૧૫૯૫માં મૂંગા પશુઓને ભરેલ હોય જેની તપાસ કરતાં અને કાગળોની પોલીસે માંગણી કરતાં સક્ષમ અધિકારીની પાસ પરમીટ વગર હેરાફેરી કરતાં તેમજ ટ્રકમાં ખીચો ખીચ ઘાસચારા વગર ટૂંકા દોરડાથી બાંધી કતલખાને લઈ જવાતાં ૯ જેટલી ગાય, ૪ નંગ વાછરડા તેમજ ૨ નંગ વાછરડી મળી કુલ ૧૫ જેટલા પશુઓ જેની કિંમત રૂ.૭૮,૦૦૦ તથા ટ્રકની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ્લે રૂ. ૫.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મૂંગા પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ટ્રકનો ક્લીનર મજના સલીમ ખાન રહે. કગલું કા તલા તા. ઘનોવ જી. બાડમેર રાજસ્થાનને પકડી પાડ્યો હતો. જ્યારે ચાલક આહમદ મહેરા રહે. કુંદનપુરા જી. બાડમેર રાજસ્થાન જેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઍસઆઇ ઍચઍસ પટેલ કરી રહ્ના છે.