વાપીમાં સાયકલોથોનમાં ૪૮૦થી વધુ લોકો જાડાયા
- byDamanganga Times
- 24 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૩ ઃ રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા ૨૩મી ફેબ્રુઆરી વર્લ્ડ રોટરી ડેના રોજ વાપીમાં સાયકલોથોન ૫.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના આયોજનનું મુખ્ય હેતુ આજના યુવાનોમાં ફિટનેસ અને તંદુરસ્ત જીવન શૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઇવેન્ટમાં ૪૮૦થી વધુ લોકો વહેલી સવારના ૬.૪૫ વાગ્યે જોડાયા હતાં. આજના આ કાર્યક્રમમાં બાયર વાપીના શૈલેન્દ્રભાઇ વીસપુતે અને રેસ ડાઈરેક્ટર રાઘવેન્દ્ર સિંહ ઝાલાના દ્વારા ફલેગ ઑફ કરવામાં આવ્યું હતું.
વાપીની અગ્રણી કેમિકેલ ઉત્પાદન કરતી કંપની બાયર વાપી મુખ્ય સ્પોન્સોર હતી અને સ્ટીમ હાઉસ ઇવેન્ટના કો સ્પોન્સોરસ હતાં. સાથે ટી શિર્ટ્સ પાર્ટનર ઝોડિયાક કોમ્બ્સ તરફથી આપવામ આવ્યા હતાં. આજની આ સાયક્લોન્સમાં કુલ ૪૦ જેટલા સાયકલ સવારોને વિવિધ કેટગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતાં. આજના આ કાર્યક્રમમાં વાપી, વલસાડ, સુરત, મુંબઈ, બારડોલી, નવસારી અને અન્ય શહેરોમાંથી સાયકલ સવારો ઍ પણ આ ઇવેન્ટમાં ભાગ લોધો હતો. સાયકલોથોનમાં કુલ ૨ લાખથી વધુ રકમના ઇનામો આપવામાં આવ્યા હતાં. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી તેમજ રોટેરીઅન કનુભાઈ દેસાઈ, બાયર ઇન્ડિયાના ડાઈરેક્ટર ગીતા નારાયણન, રેસ ડિરેક્ટર રાઘવેન્દ્ર સીંગ ઝાલા, વાપી શહેર ભાજપ -મુખ મનીષભાઈ પટેલ , હેમંતભાઈ પટેલ દ્વારા ઇનામો અપાય હતા. રોટેરીઅન કનુભાઈ દેસાઈ ઍ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને -ોત્સાહિ કરવા સાયકલોથોન જેવી ઇવેન્ટ રોટરી ક્લબ ઓફ વાપીને બિરદાવ્યું હતું. રોટરી ક્લબ ઓફ વાપીના -મુખ હાર્દિક શાહ ગ્રીન અને હેલ્ધી વાપી માટે આવા આયોજન માટે ગર્વ અનુભવ્યો હતો. સાયકલોથોન ના ચેરમેન નીતિન ગુા ઍ જણાવ્યું કે રનિંગ ની સાથે સાયકલિંગ કોમ્યૂનિટીનો પણ વાપીમાં વધોરો થઇ રહ્ના છે.
સાથે સાથે વાપી જીઆઈડીસી પોલીસ ઓફિસર મયુરભાઈ પટેલ અને ડુંગરા પોલીસ સ્ટેશનના ગોહિલ તથા પોલીસ ડીપાર્ટમેન્ટના ઓફિસરો અને મહારાષ્ટ્ર પોલીસના ઓફિસરોઍ પણ ૩૦ કિલો મીટર રેસ પુરી કરી હતી. રોટરી ક્લબ ઓફ વાપીના સેકરેટરી જીગર પટેલ, રોફેલ ટ્રસ્ટના ભારતભાઈ પટેલ, રાકેશ પટવારી, હરિયા હોસ્પિટલ ટ્રસ્ટીના રાકેશ નાઈક, રજનીશ આનંદ અનહોસ્પિટલ સ્ટાફ અને રોટરી ક્લબ ઓફ વાપીના સભ્યોનો ખુબ સહકાર હતો. આ ઇવેન્ટ નું સંચાલન જેવીંન પટેલ અને સુ-તીક દત્ત દ્વારા કરવા માં આવ્યું હતું, અને છેલ્લે રોટેરીઅન -કાશ ભદ્રા દ્વારા ઍ જણાવ્યું કે રોટરી વાપી સાયકલોથોન સીઝન ૫ ને માત્ર ઍક રાઇડ કે રેસ નહિ પરંતુ ક્રાંતિ બનાવીયે.