Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

વલસાડમાં પ્રથમ વખત બાળકો માટે મેરેથોન દોડ યોજાઈ

વલસાડમાં પ્રથમ વખત બાળકો માટે મેરેથોન દોડ યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૨૩ ઃ વલસાડ તાલુકાના ચણવાઈ ગામે ફિફથ ઍવન્યુના સૌજન્યથી સન્ડે સ્પોર્ટ્સ ક્લબ વલસાડ દ્વારા બાળકો માટે આયોજન કરવામાં આવતાં ૧૫૦થી વધુ બાળકોઍ ઉત્સાહભેર મેરેથોન દોડમમાં ભાગ લીધો હતો. તમામ બાળકોને મેડલ અને ગિફટ ઍનાયત કરવામાં આવ્યા હતાં.

વલસાડ  તાલુકાના ચણવઇ ગામે  ફિફથ ઍવન્યુના સૌજન્યથી સન્ડે સ્પોર્ટ્સ ક્લબ વલસાડ દ્વારા ૪થી ૧૦ વર્ષ સુધીના બાળકો માટે ૧.૨૫ અને ૨.૫૦ કિમીની દોડનું આયોજન  કરવામાં આવ્યું હતું. આ મેરેથોન   દોડમાં ૧૫૦થી વધુ બાળકોઍ ઉત્સાહભેર ભાગ લઈ દોડ પૂરી કરી હતી. ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા બાળકોઍ આ અનોખી દોડમાં ભાગ લીધો હતો. બાળકોની સાથે સાથે ઍમના માતા-પિતાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

દોડ પૂરી કર્યા બાદ તમામ બાળકોને મેડલ અને ગિફટ ઍનાયત કરવામાં આવ્યા હતાં. આયોજકો દ્વારા સ્વાદિષ્ટ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવામાં સન્ડે સ્પોર્ટ્સ ક્લબના સભ્યો અને ફિફ્થ ઍવન્યુ તરફથી ભાર્ગવભાઈ પટેલ દ્વારા સખત મહેનત કરવામાં આવી હતી.

સન્ડે સ્પોર્ટ્સ ક્લબ વલસાડમાં સતત સ્વાસ્થ્યને લગતી -વૃત્તિઓ કરતી રહે છે. હવે આગામી ૩૦ માર્ચે ગુજરાતની ઍકમાત્ર બીચ મેરેથોનનુ આયોજન પણ થવા જઈ રહ્નાં છે.બાળકોને નાનપણથી સ્વાસ્થ્ય -ત્યે જાગૃતિ માટે વલસાડમાં આવા આયોજન થતા રહે ઍવી ઈચ્છા વાલીઓઍ વ્યક્ત કરી હતી.