Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ડુંગરી નજીક ટ્રેન અડફેટે ૪૫ વર્ષીય આધેડનું મોત

ડુંગરી નજીક ટ્રેન અડફેટે ૪૫ વર્ષીય આધેડનું મોત

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૨૩ઃ વલસાડના ડુંગરી ગામે રહેતા ૪૫ વર્ષીય  ઈસમ માનસિક બીમારીથી કંટાળી જઈ માલગાડી ટ્રેનની અડફેટે આવતા માથા તેમજ શરીરે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

વલસાડ તાલુકાના ડુંગરી ગામના ભરા ફળિયા ગજાનંદ કોમ્પ્લેક્ષમાં મહાવીરકુમાર રોશનલાલ શાહ, ઉ.વ. ૪૫ રહે છે મહાવીર કુમાર શાહ છેલ્લા કેટલાક વખતથી માનસિક બીમારીથી પીડાય છે. મહાવીર શાહ  પોતાની  ઍક્ટિવા મોપેડ પર ઘરેથી નીકળી ડુંગરી નજીક આવેલા શંકર તળાવ ગામે ગયાં હતાં અને ઍક્ટિવા રસ્તાની બાજુમાં મુકી બાલાજી ફેક્ટરીની પાછળથી પસાર થતી નવી  રેલવે ટ્રેક તરફ ગયા અને રેલવે ટ્રેક પર થાંભલા નંબર ૨૦૫/૧૧ પાસે તેઓ સુરતથી મુંબઈ તરફ જતી માલગાડીની અડફેટે આવી જતાં તેને  માથા અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ડુંગરી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ  મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.