Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

રોહીણામાં હોર્ન વગાડવા બાબતે વાંધો લેતા મારામારીઃ ત્રણ જેલ ભેગા

રોહીણામાં હોર્ન વગાડવા બાબતે વાંધો લેતા મારામારીઃ ત્રણ જેલ ભેગા

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

પારડી,તા.૨૩ઃ પારડી તાલુકાના રોહીણાગામમાં વસુંધરા ડેરીનું દુધ લેવા જઈ રહેલા ટેમ્પો ચાલકે હાટ બજાર પાસે ઉભેલી મારુતિનો દરવાજો ખુલ્લો હતો જે બાબતે હોર્ન વગાડતા ઍને અટકાવી બાઈક ઉપર આવેલા ત્રણ જણાઍ ઢોર માર મારી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયા હતા. પારડી પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય ઈસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અહી રોહીણા ગામેથી પસાર થતી વેળા આગળ ટ્રાફિક હોય વસુંધરા ડેરી માટે મંડળીઓ પાસેથી દૂધ લેવા જઈ રહેલા ટેમ્પો ચાલાક અજય રમણલાલ કદવેઍ રોહીણા હાટ બજાર પાસે મારુતિનો દરવાજો ખુલ્લો હતો જે બાબતે હોર્ન વગાડતા પાછળ બાઈક વાળાઍ હોર્ન કેમ વગાડો છો તેમ કહી દોડી આવી ટેમ્પામાંથી ખેંચી કાઢી ચાલક અજય રમણલાલ કદવેને ઈટ, પથ્થરથી ઢોર માર મારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જે ઘટના રોહિણા બેંક ઓફ બરોડા પાસે બની હતી. આ ઘટનામાં ગંભીર ઈજા ગ્રસ્ત ટેમ્પો ચાલકને ૧૦૮ ઍમ્બ્યુલન્સ વડે પારડી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા તેઓઍ ઉપરોક્ત બનાવની હકીકતની ફરિયાદ પારડી પોલીસને કરતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણે જણા પ્રજ્ઞેશ પંકજભાઈ ધો.પટેલ ઉ.૨૬ રહે.રોહીણા બેડા ફળિયું, મીતેષ સુભાષભાઈ હળપતિ ઉ.૩૦ રહે. રોહીણા પટેલ ફળીયા, સુનિલભાઈ નટુભાઈ ધો. પટેલ ઉ.૨૮ રહે. રોહીણા પટેલ ફળીયાને પારડી પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને ઍમની સામે ગુનો દાખલ કર્યો હતો તથા આ સમગ્ર બાબતની તપાસ હાથ ધરી છે.