વાપી જીઆઇડીસીમાં દેવી ભાગવદ કથાનો પ્રારંભ
- byDamanganga Times
- 24 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી,તા.૨૩ઃ વાપી જીઆઇડીસીના શ્રી અંબે માતા મંદિર પરિસરમાં અંબા માતા મહિલા મંડળ દ્વારા શ્રીમદ દેવી માં ભાગવદ કથા મહાયજ્ઞ શરૂ થયો છે.
વાપીમાં શ્રી અંબામાતા મહિલા મંડળ જીઆઇડીસી વાપીઍ તા. ૨૨-૨-૦૨૫ થી ૨-૩-૨૦૨૫ સુધી શ્રીમદ દેવી માં ભાગવત કથા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૨૨-૨-૨૦૨૫ ના રોજ પોથીયાત્રા તથા કથાનો પ્રારંભ વાપી છરવાડા રોડ ઉપર આવેલ અલ્પાબેન દિપેશભાઈ સુથારના નિવાસ્થાનેથી કરાયો હતો. ત્યારબાદ આ ભાગવત કથામાં વિવિધ પ્રસંગો, સરસ્વતી પૂજન, ભજન સંધ્યા, મહાપ્રસાદ વગેરેનું આયોજન થઇ રહ્નાં છે. તા.૨-૩-૨૦૨૫ના રોજ કથા વિરામ કરાશે સમગ્ર કાર્યક્રમનું આયોજન અંબા માતા મહિલા મંડળ જીઆઇડીસી વાપી દ્વારા કરવામાં આવી રહ્નાં છે.