સેલવાસ પાલિકાનું અોનલાઈન ફરિયાદ પોર્ટલ બિનઉપોયીગ !
- byDamanganga Times
- 22 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૧ ઃ સિલવાસા પાલિકાના ઓનલાઈન ફરિયાદ પોર્ટલ પર ૪૦૦થી વધુ ફરિયાદો છેલ્લા ઍક વર્ષથી વણઉકેલી છે. નાગરિકોઍ અનેક સમસ્યાઓ અંગે ફરિયાદો નોંધાવી હોવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યું નથી. આ અંગે નાગરિકોમાં ભારે અસંતોષ છે.
નગરપાલિકાઍ આ પોર્ટલ નાગરિકોની સુવિધા માટે શરૂ કર્યું હતું. જેથી તેઓ ઘરે બેઠા જ પોતાની સમસ્યાઓ રજુ કરી શકે અને સમયસર તેનો ઉકેલ મેળવી શકે. પરંતુ હાલ આ પોર્ટલ નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. કારણ કે અનેક ફરિયાદો તો ઍક વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. મુખ્યત્વે રસ્તા મરામત, ગટર અને પાણીની સમસ્યા, બંધ સ્ટ્રીટલાઈટ, બેફામ બાંધકામ અને ટેક્સ ચોરી જેવી ફરિયાદોનો ભંડાર ખુલ્લો છે.
ઍક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, હું ઍક વર્ષ પહેલાં મારા વિસ્તારમાં થતાં બેફામ બાંધકામ અંગે ફરિયાદ કરી હતી પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અમારે જ ફરીવાર નગરપાલિકામાં જઇ તપાસ કરવી પડે છે પણ અહીં કોઈ જવાબદાર અધિકારી પાસે અમારી ફરિયાદ અંગે કોઈ માહિતી જ નથી. માત્ર મુખ્ય અધિકારી જ આ અંગે જાણ રાખે છે અન્ય કોઈ કર્મચારી કે અધિકારી પાસે અમારી ફરિયાદના નિરાકરણ અંગે કોઈ જવાબ નથી.ૅ
નગરપરિષદના અધિકારીઓ દાવો કરે છે કે તેઓ ફરિયાદોનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્ના છે. નાગરિકોનો આક્ષેપ છે કે જો તંત્ર ગંભીરતાથી કાર્ય કરે તો ફરિયાદો સમયસર ઉકેલાઈ શકે.
ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્ના છે. સ્થાનિક લોકોનો દાવો છે કે હાલના મુખ્ય અધિકારીની નિષ્ક્રિયતાને કારણે નગરપાલિકાની કામગીરી ઠપ થઈ ગઈ છે. વધુમાં બેફામ બાંધકામની પરવાનગી અને ઑક્યુપન્સી સર્ટિફિકેટ આપવામાં પણ ગેરરીતિ થતી હોવાના આરોપો થઈ રહ્ના છે. જેના કારણે શહેરમાં અનધિકૃત બાંધકામ વધી રહ્નાં છે.
ઍક નાગરિકે તંત્રની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતાં કહ્નાં કે, આજે નગરપાલિકા રોજગાર મેળા જેવા કાર્યક્રમો યોજે છે, જે તેની જવાબદારી નથી, પરંતુ નાગરિકોને બેફામ બાંધકામ, પાણી, રસ્તા અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરું પાડી શકતી નથી.
હવે નાગરિકોને આશા છે કે નગરપરિષદ આ મામલાને ગંભીરતાથી લેશે અને લોકોની લંબિત ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ લાવશે.