Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

મોસાળમાં મા પિરસે પણ માંગવું તો પડે ને ?

મોસાળમાં મા પિરસે પણ માંગવું તો પડે ને ?

તાજેતરમાં વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકા તથા ઉમરગામ તાલુકા પંચાયતની ફણસા તથા સરીગામ -૨ બેઠક તથા કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠકો માટે ચૂંટણી યોજાઈ ગઈ અને ભાજપનો ભગવો ફરી ફરકતો થઈ ગયો. આ ચૂંટણી સાથે સંકળાયેલું ચૂંટણીલક્ષી રાજકારણ પૂર્ણ થઈ ગયું અને રાજકીય વિશ્લેષકોના વિશ્લેષણ તથા રાજકીય રીતે ખાસ કરીને ભારતીય જનતા પક્ષમાં ઉભરી રહેલા નવા જૂથવાદ, મનભેદ, આંતરિક ખેંચતાણની ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આપણે ઍમાં જવું નથી.

વલસાડ જિલ્લાનું રાજકીય અને વહીવટીક્ષેત્રમાં હાલ ઍ સદભાગ્ય છે કે, ગાંધીનગરમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી પારડીના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ કેબિનેટ કક્ષાના મંત્રી જેવા સન્માનનીય દરજ્જા સાથે સંભાળી રહ્ના છે અને ઍનો લાભ પણ પંથકને મળતો રહ્ના છે. ખાસ કરીને વાપીને કનુભાઈની ગાંધીનગરમાં ઉપસ્થિતિ ઘણી ફળદાયક રહી છે. હાલમાં ઍમણે રાજ્યના ઇતિહાસનું સૌથી વિશાળ કદનું રૂ.૩,૭૦,૨૫૦ કરોડનું વર્ષ ૨૦૨૫ -૨૬ માટેનું નાણાંકીય બજેટ રજૂ કર્યું. જેમાં વલસાડ જિલ્લા ઉપરાંત નવસારી અને ડાંગ જિલ્લાને પણ ધ્યાનમાં લેવાયા. આ બજેટમાં ખાસ કરીને ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી શક્તિ (ઞ્ળ્ખ્ફ) ના સર્વાંગીણ વિકાસ અને ઍની તકો પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝન હેઠળ પ્રાધાન્ય અપાયું છે. ઍ ઉપરાંત કૃષિ, આદિજાતિ વિકાસ, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, શહેરી વિકાસ અને ઉદ્યોગો, જાહેર વહીવટ અને માળખાકીય વિકાસ જેવા અનેક ક્ષેત્રોમાં તોતિંગ નાણાંકીય ભંડોળ વિવિધ યોજનાઓ માટે ફાળવાયું છે. સ્વાભાવિક છે કે, ઍ બધાંનો લાભ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની જનતાને પણ મળશે જ. 

જા કે અત્રે ઍક બાબતની નોંધ લેવી જાઇઍ. તે ઍ કે, રાજ્યના નાણાંમંત્રી તરીકે પારડીના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ જ્યારથી ગાંધીનગરમાં બજેટ રજૂ કરતાં આવ્યાં છે ઍ આગલાં ત્રણેય બજેટ વખતે ખાસ કરીને વાપીમાં આ બજેટ લાઈવ્યુ નિહાળવા માટે અને કનુભાઈ બજેટમાં શું જાહેર કરે છે ? ઍ જાણવા માટે ખાસ્સી ઉત્સુકતા અને ઉત્સાહ જોવાં મળતાં હતાં. આ વખતે શ્રી કનુભાઈ દેસાઈ જ્યારે ચોથી વાર બજેટ રજૂ કરી રહ્નાં હતાં ત્યારે જ્યાં વીઆઈઍમાં દર વર્ષે ઉદ્યોગકારો ઍકત્ર થઈ ગાંધીનગરથી બજેટનું પ્રસારણ લાઈવ નિહાળતાં હતાં ઍ બાબતનો અભાવ વર્તાયો. કેટલાક નજીકના વ્યક્તિઓ બજેટની રજૂઆત નિહાળવા ગાંધીનગર રૂબરૂ પહોંચ્યા હતાં. ઍ સિવાય વાપીમાં કોઈઍ આમાં ઉત્સાહ દર્શાવ્યો ન હતો. બજેટની રજૂઆતના આગલાં દિવસે કેટલાક અગ્રણીઓ સાથે બજેટ પાસેથી અપેક્ષા અંગે ચર્ચા કરતાં ઍક ઍવું ચિત્ર ઉપસ્યું કે, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈઍ વાપીને મહાનગરપાલિકા આપી દીધી હવે આનાથી વધુ આ વિસ્તારને શેની જરૂરિયાત છે? મનપા જાહેર થતાં વાપી અને આસપાસના વિસ્તારના વિકાસના દરવાજા માત્ર ખુલ્યાં જ નથી, મોકળા થઈ ગયા છે. ઍવી લાગણી વરતાઈ. વાપી વિસ્તારની જનતા અને જાહેર જીવનના અગ્રણીઓ સાચેજ જ પરમ સંતોષી છે! જ્યારે જન પ્રતિનિધિ તરીકે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સ્વયં ઍવી તત્પરતા દેખાડતા હોય કે મારાથી થઈ શકે ઍટલું બધું જ કરી છૂટવા માટે મારી તૈયારી છે. ત્યારે વાપી અને વલસાડ જિલ્લાઍ ‘મોસાળમાં જમણ અને મા પીરસનારી’ હોય ત્યારે બાળકની માફક સહજ ભાવે માંગણીઓ મુકતા જ રહેવું જોઈઍ. આવી તક વારંવાર આવવાની નથી ઍ હકીકત છે.

હવે આપણે શ્રી કનુભાઇ દેસાઇના બજેટમાં આપણા વિસ્તારને લગતી વાત કરીઍ તો હાલમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો પ્રા કરનાર વાપી મહાનગરપાલિકાને શહેરી વિકાસ માટેની કુલ રૂ.૩૦,૩૨૯ કરોડની જોગવાઈ હેઠળ પસંદગીના શહેરોને અનેક લાભો મળવાની શક્યતા મુજબ વાપી મનપાની  પસંદગીનો લાભ દમણગંગા નદીના કિનારે બનનાર સુચિત રિવરફ્રન્ટના પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટોને મળે ઍવી આશા રાખીઍ. બીજી મહત્વની બાબતમાં વાપીને સૌથી વધુ કનડતો ગણાતો પ્રશ્ન ઍ કેટલાંક મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિકની બુમરાણનો છે. અલબત્ત ટ્રાફિકની સમસ્યા વાહનોની વધતી સંખ્યા અને માળખાકીય આયોજનના અભાવ ઉપરાંત વિશેષ તો લોકોની ટ્રાફિક સેન્સ અને કાયદાની મર્યાદાને માન ન આપવાની વૃત્તિને કારણે વધુ છે. પરંતુ વાપી મનપા બન્યા પછી ઍમાં ૧૧ ગામોની વસ્તીનો પણ સમાવેશ થયો છે અને હવે ઍનો વિસ્તાર ૭૨ ચો.કિ.મી.નો થયો છે. ત્યારે આગામી સમય માટે ટ્રાફિકના સુચારુ નિયમન અને આયોજન માટે અલાયદૂં ટ્રાફિક પોલીસ સ્ટેશન વાપીમાં બનશે. આ ઍક આવશ્યક સેવા બની રહેશે. સુરતમાં પણ આ રીતે અલાયદું ટ્રાફિક પોલીસ સ્ટેશન છે અને ત્યાંની જેમ વાપીના વાહન ચાલકોને પણ ત્યારબાદ ટ્રાફિક સંબંધી ગુનાઓ અને સંલગ્ન બાબતો માટે આ પોલીસ મથક સાથે પનારો પાડવો પડશે. બીજું, વાપી ઍક ઔદ્યોગિક મથક છે અને ઔદ્યોગિક વિકાસની સાથે સંકળાયેલી તથા લાંબા સમયથી જરૂરિયાત બાદ અમલમાં મુકાયેલી વાપીના ઉદ્યોગોના ઍફલ્યુઅન્ટનાં નિકાલની સમસ્યા ઉકેલવા માટેની ડીપ-સી પાઇપલાઇન માટે સુરત અને અંકલેશ્વરની માફક વાપીની સાથે સરીગામનો પણ ઍમાં સમાવેશ કરાયો છે. જેથી આ કામમાં વેગ આવશે. ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તથા નવા સ્ટાર્ટઅપ્સ માટે આ બજેટમાં જે રૂ. ૩૬૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ઍનો લાભ વાપી સહિત વલસાડ જિલ્લાના નાના ઉદ્યોગકારોને મળે ઍ મહત્વનું બની રહે ઍમ છે. સાથે કેન્દ્રીય સ્તરેથી દેશમાં ચાર વિસ્તારોને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનું નક્કી કરાયું છે. જેમાં ઍક હબ તરીકે ‘સુરત ઇકોનોમિક રીજન’નો સમાવેશ કરાયો છે. આ હબમાં સમાવિષ્ટ જિલ્લાઅોમાં સુરત, ભરૂચ અને તાપી જિલ્લા ઉપરાંત વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જેમાં ઉદ્યોગ, પ્રવાસન, રસ્તા, માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે વિશ્વસ્તરીય ૫૬ જેટલી પરિયોજનાઓ નિયત કરવામાં આવી છે ઍનો લાભ મળવાની ગુંજાઈશ પણ આ બજેટથી ઉજાગર થઈ છે. ‘ગ્રોથ હબ’ હેઠળ પ્રવાસનના વિકાસ બાબતે ઍક નોંધપાત્ર મુદ્દો ‘પારસી સર્કિટ’ના વિકાસનો છે. ઉલ્લેખનીય છે કે ,છેક ઈ.સ. ૨૦૧૩થી આ મુદ્દો અમે અવારનવાર જવાબદારોના ધ્યાનમાં લાવતાં રહ્નાં છીઍ. થોડા સમય પહેલાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ અને વલસાડ જિલ્લાનાં પૂર્વ કલેકટર શ્રી આર.આર. રાવલ જ્યારે વાપીમાં અમિત હોસ્પિટલ આયોજિત ઍક કાર્યક્રમમાં પધાર્યા હતાં ત્યારે તેમની સમક્ષ પણ આ શક્યતા અંગે આગળ વધવા સૂચન સહ વિનંતી કરી હતી. જેનું આ બજેટમાં પ્રતિબિંબ પડતું જણાયું છે. ‘પારસી ટુરિસ્ટ સર્કિટ’ વલસાડ, નવસારી અને કંઈક અંશે સુરત જિલ્લાને તથા પાડોશી મહારાષ્ટ્ર રાજ્યને આવરી લઈ શકે છે અને ઍ વિક્સે તો પ્રવાસન ક્ષેત્રે ઍ આંતરરાષ્ટ્રીય મહત્વની સર્કિટ તરીકે પણ વિકસાવી શકાય ઍમ છે. વધુમાં દરેક જિલ્લામાં ‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની રચના થવાની છે. વલસાડ જિલ્લામાં પણ ઍ રચાશે ત્યારે આ કમિટી વલસાડ જિલ્લામાં ધરબાયેલી પ્રવાસનની વિપુલ તકોને ઉજાગર કરશે ઍવી આશા રહેશે.

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈઍ રજૂ કરેલાં બજેટમાં જિલ્લામાં કેન્સરના દર્દીઓ માટે ઍક વિશેષ ‘કેન્સર હેલ્થ સેન્ટર’ની સુવિધા જિલ્લામાં આરોગ્ય સેવા ક્ષેત્રે મહત્વની નિવડશે. આપણે જોઈ શકીઍ છીઍ કે તાજેતરના વર્ષોમાં કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જણાઈ રહ્ના છે અને ખાનગી રાહે ઍની સારવાર દર્દી તથા કુટુંબીજનોને ઘણી રીતે મુશ્કેલીમાં મૂકી શકે છે ત્યારે હાલમાં અમદાવાદ સિવિલમાં જે રીતે સારવાર મળે છે ઍ રીતે સરકારી માધ્યમથી આ વિસ્તારની પ્રજાને પણ કેન્સરની સારવારમાં લાભ મળશે. આ ઍક આવકારદાયક સુવિધા ગણાશે. ઍ રીતે દરેક જિલ્લામાં ઔષધ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી માટેની અલાયદી લેબોરેટરીની પણ સ્થાપના થશે. આ બજેટમાં અન્ય ઍક નોંધનીય બાબત ઍ રાજ્યના ૭૧ તાલુકા મથકઓઍ નવા ગ્રંથાલયો માટે રૂ.૧૬ કરોડની જોગવાઈ છે. વાપીને તાલુકો બન્યા પછી વાપીમાં આ પ્રકારનું ઍક સરકારી પુસ્તકાલય થવું જોઈતું હતું પરંતુ ઍ માટેની કોઈ દરખાસ્ત જિલ્લામાંથી થઈ ન હતી. વધુમાં જવાબદાર સ્થાનને તો વાપી તાલુકો છે ઍ જ ખબર ન હતી ! ઍટલે વાપીને તાલુકા કક્ષાનું ગ્રંથાલય મળવાની વાતે પૂર્ણવિરામ મુકાયેલું હતું. હવે વાપી આસપાસના ૧૧ ગામો સાથે મહાનગરપાલિકા બન્યું છે. ત્યારે બાકી રહેલા ગામોને ધ્યાનમાં લઇ આવી ઍક સુવિધા ઉપલબ્ધ કરાવવી જરાય મુશ્કેલ કામ તો નથી જ. આ સંદર્ભમાં જિલ્લા કક્ષાના વિજ્ઞાન કેન્દ્રનું ઉદાહરણ પણ ધ્યાનમાં લેવા જેવું છે. બે વર્ષ પહેલાં નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ ઍમના બજેટમાં રાજ્યના દરેક જિલ્લા માટે રૂ. ૨૦ કરોડના ખર્ચે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપનાની જાહેરાત કરી હતી. આવું વિજ્ઞાન કેન્દ્ર વાપી વિસ્તારમાં આવે તો ઍ બહુ મોટા વિદ્યાર્થી અને યુવાવર્ગને ઉપયોગી નીવડે ઍમ હતું પરંતુ વાપી અને આસપાસમાં ઍ માટે જરૂરી માત્ર બે ઍકરની જગ્યા ઉપલબ્ધ કરાવવાની કોઈ તજવીજ કે દાનત ન જણાતાં અંતે આ વિજ્ઞાન કેન્દ્રને માટે નવેરામાં બે ઍકર જમીન ફાળવવામાં આવી. હવે ઍ ત્યાં બનશે. પરંતુ વાપી ઍ તો ઍક ઉમદા પ્રોજેક્ટ ઍ રીતે ગુમાવ્યો જ ઍમ કહેવાય. જો ઍમ ન થયું હોત તો જેમ આજે વાપી વિસ્તારમાં બલીઠામાં મીની સિવિલ હોસ્પિટલનો પ્રોજેક્ટ આપમેળે સમાવિષ્ટ થઈ ગયો ઍમ વિજ્ઞાન કેન્દ્ર પણ થઈ ગયું હોત.

આ બજેટમાં રાજ્યના ઔદ્યોગિક અને ક્વોરીના વિસ્તારોને જોડતાં ૬૩ જેટલા રસ્તાઓ સુધારવા માટે રૂ. ૫૨૮ કરોડની જોગવાઈ થઈ છે આનો લાભ વલસાડ અને વાપીના ઔદ્યોગિક વિસ્તારને પણ મળવાનો છે. ઍ રીતે કવોરીઓની કનેક્ટિવિટી બાબતે જોઈઍ તો ઍનો લાભ નવસારી જિલ્લામાં ટાંકલ, રાનકુવા, કરંજવેરી કે વલસાડ જિલ્લાના ભીલાડ, ધનોલી, ઝરોલી વિસ્તારની કવોરીઓને મળશે.

પાડોશી નવસારી જિલ્લાને પણ આ બજેટમાં ખેરગામમાં નવી ઍકલવ્ય મોડેલ રેસિડન્સી સ્કૂલ, પીઍમ  મિત્ર પાર્ક હેઠળ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ ‘રો-વોટર સપ્લાય પાઇપલાઇન’ માટે રૂ. ૩૦૦ કરોડની જોગવાઈ, સાઇબર ફોરેન્સિક લેબોરેટરી તથા નિર્મલ ગુજરાત હેઠળ કચરાના નિકાલ માટેની જોગવાઈ માટે પસંદગીના વિસ્તારમાં સમાવેશ જેવા લાભ મળશે. તો ડાંગને બજેટના રાબેતા મુજબના લાભો અને ડાંગ જિલ્લા જૂથ પાણી પુરવઠા યોજના જે ડાંગનાં ૨૭૬ ગામો અને ત્રણ નગરોને આવરી લે છે ઍના કામ સિવાય કોઈ વિશેષ લાભ જણાતો નથી.