બગવાડા ટોલનાકા પાસે ટ્રક અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
- byDamanganga Times
- 22 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
પારડી,તા.૨૧ઃ પારડી તાલુકાના બગવાડા ટોલનાકા નજીક તીઘરા ગામની હદમાં પારસ પંપ સામે નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ઍક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં તેનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અહી તીઘરા ગામે હાઇવે ઉપર ટ્રક નંબર. પ્ણ્-૦૪-ણ્ળ્-૯૯૭૩ના ચાલકે પોતાની કબજાની ટ્રક પૂર વેગે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાઈક સવાર રામમીલન બુધ્ધીરામ યાદવ રહે. વાંકલ ગામ દેસાઈ ફળીયુ જી. વલસાડને અડફેટમાં લીધો હતો તથા અકસ્માત સર્જાયો હતો. રામ મિલન યાદવ કે જેવો પોતાની હોન્ડાસાઈન મોટર સાયકલ નંબર.ઞ્થ્-૧૫-ઝ઼ણ્-૩૩૩૧ ચલાવી ઘરે જઈ રહ્ના હતા તે વખતે પારસપંપ કંપની સામે વાપીથી સુરત જતા હાઇવેના ટ્રેક પર સર્જાયેલા અકસ્માતમાં તેઓને શરીરે ડાબી સાઈડે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર રામ મિલન યાદવનું મોત નિપજાવ્યું હતું. ઉપરોક્ત બનાવનાર હકીકતની અનીલકુમાર બાલેશ્વર યાદવે પારડી પોલીસને ફરિયાદ આપતા પારડી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.