અટકપારડીની ફ્રુટની દુકાનમાં ચોરી કરતાં ઇસમની તસવીર કેદ
- byDamanganga Times
- 22 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૨૧ઃ વલસાડના અટકપારડી ગામે આવેલી આર.ટી.ઓ કચેરી સામે ફ્રુટની દુકાનમાંથી અવારનવાર ચોરી થતા દુકાન માલિકે સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ પણ ફ્રુટની ચોરી કરતો સ્થાનિક ચોર સીસીટીવી કેમેરામાં કેદ થતા દુકાન સંચાલકે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વલસાડ ધરમપુર રોડ પર આવેલ અટકપારડી ગામે આરટીઓ કચેરી સામે ગણપતભાઈ મોહનભાઈ સાલવી નામના દુકાનદારની ફ્રુટની દુકાન આવેલી છે. ગણપતભાઈ સાલવી કેળા, સફરજન, તરબૂચ સહિતના ફ્રુટો લાવીને વેચાણ કરીને પોતાનું અને તેના પરિવારનું ચલાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી ફ્રુટના વેપારીના દુકાનમાં લાકડા અને પ્લાસ્ટિકનું બનાવેલ દરવાજો ખોલી ફ્રુટની ચોરીઓ થતી હતી. જોકે તેઓને ત્યાં સીસીટીવી કેમેરા ન હોવાથી ચોરી કરનાર વ્યક્તિની ઓળખ થઈ ન હતી. દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવી શકે તેવી પરિસ્થિતિ ન હોવા તેમ છતાં તેમણે સીસીટીવી કેમેરા દુકાનની બહાર લગાવ્યા હતા. તેમ છતાં પણ ફ્રુટ ચોરી થવાનો સિલસિલો યથાવત રહ્ના હતો. ત્યારે ગતરોજ મોડી રાત્રે ફરી ફ્રુટની દુકાનના લાકડા અને પ્લાસ્ટિકનું બનાવેલ દરવાજો ખોલી અંદરથી ફ્રુટની ચોરી કરવા આવતો ચોર સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જો કે આ દુકાનમાંથી ચોરી કરનાર સ્થાનિક ઈસમ ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા દુકાન સંચાલક ગણપતભાઈ મોહનભાઈ સાલવીઍ વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.